AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાકોરમાં 'જય રણછોડ'ના નારા સાથે ભક્તોએ કરી મહાપ્રસાદની લૂંટ- 700 વર્ષ જૂની દિવ્ય પરંપરા ભક્તિભાવપૂર્વક સંપન્ન

ડાકોરમાં ‘જય રણછોડ’ના નારા સાથે ભક્તોએ કરી મહાપ્રસાદની લૂંટ- 700 વર્ષ જૂની દિવ્ય પરંપરા ભક્તિભાવપૂર્વક સંપન્ન

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2026 | 8:46 PM
Share

ખેડાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીને ધરાવાયેલા ભવ્ય અન્નકૂટની વર્ષો જૂની પરંપરા મુજબ ભક્તોએ હર્ષોલ્લાસ સાથે લૂંટ ચલાવી. 75થી વધુ ગામોના હજારો ભક્તોએ આ પવિત્ર પ્રસાદ મેળવી ધન્યતા અનુભવી.

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજાધિરાજ રણછોડરાયજીના મંદિરે બેસતા વર્ષે વર્ષો જૂની ભવ્ય પરંપરા અકબંધ રહી હતી. ઠાકોરજીને વિવિધ ભોગ ધરાવ્યા બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હજારો ભક્તોએ ભારે ઉત્સાહ સાથે અન્નકૂટના મહાપ્રસાદની લૂંટ ચલાવી હતી.

આ દિવ્ય અન્નકૂટ તૈયાર કરવા માટે 20 જેટલા રસોઇયાઓએ 24 કલાક સુધી સતત 5 વિશાળ ચૂલા પર કામ કર્યું હતું. જેમાં 11 મણ ચોખા, 35 ડબ્બા ઘી, 35 મણ બેસન અને 1 મણ ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરાયો હતો. બાલભોગ, શૃંગાર ભોગ, ગોવાળભોગ, રાજભોગ અને સુખડી ભોગ સહિતના મિષ્ટાન્ન ઠાકોરજી સમક્ષ ધરાવવામાં આવ્યા હતા.

છેલ્લા આશરે 700 વર્ષથી ચાલી આવતી પરંપરા અનુસાર, ડાકોર અને આસપાસના 75થી 85 ગામોના વૈષ્ણવ ભક્તો તેમજ આદિવાસી સમાજના લોકોને મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ આમંત્રણ અપાય છે. બપોરે મહાઆરતી અને ભોગ ધરાવ્યા બાદ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. હજારો ભક્તોએ ‘જય રણછોડ, માખણચોર’ના નારા લગાવી પ્રસાદ લૂંટ્યો હતો. એવી લોકમાન્યતા છે કે આ લૂંટેલો પવિત્ર પ્રસાદ ઘરમાં રાખવાથી વર્ષભર સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.

છઠ પૂજા સ્પેશિયલ: ખરનાના દિવસે બનતી પવિત્ર ગોળની ખીર, નોંધી લો ટેસ્ટી પ્રસાદ બનાવવાની સરળ રીત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">