AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI એ એક્સિસ બેંક અને IDBI બેંકને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કેમ કરાઈ કાર્યવાહી

રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર એક્સિસ બેન્ક દ્વારા આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. 93 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

RBI એ એક્સિસ બેંક અને IDBI બેંકને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કેમ કરાઈ કાર્યવાહી
Reserve Bank of India
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 7:22 AM
Share

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક્સિસ બેંક (Axis Bank) અને IDBI Bank પર નિયમોનું પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંકે આ અંગે માહિતી જાહેર કરી છે. સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા અને છેતરપિંડીથી રક્ષણ માટે વિશેષ માર્ગદર્શિકા ન રાખવા માટે વસૂલવામાં આવતી ફી સંબંધિત KYC માર્ગદર્શિકા અને નિયમોનું પાલન ન કરવા બદલ બેંકોને દંડ કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે માહિતી આપી છે કે એક્સિસ બેંક પર 93 લાખ રૂપિયા અને IDBI બેંક પર 90 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

કયા કારણોસર દંડ ફટકારાયો

રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર એક્સિસ બેન્ક દ્વારા આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ રૂ. 93 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર બેન્કે લોન અને એડવાન્સ પર કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. બચત બેંક ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા માટે દંડ વસૂલવા સંબંધિત અમુક ધોરણોનું પાલન કર્યું નથી. IDBI બેંકને ‘ફ્રોડ ક્લાસિફિકેશન એન્ડ રિપોર્ટિંગ’ પરની સૂચનાઓનું પાલન ન કરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો. અન્ય એક રીલીઝ મુજબ IDBI બેંકને સાયબર સુરક્ષા અંગેના નિયમોના ઉલ્લંઘન બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જો કે આ સાથે રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું કે આ તમામ દંડ નિયમોમાં રહેલી ખામીઓના આધારે છે અને આ નિર્ણયથી બેંક દ્વારા કોઈપણ ગ્રાહક સાથેના કોઈપણ વ્યવહાર અથવા કરાર પર કોઈ અસર થશે નહીં.

ટ્રસ્ટી એકમો સામે CCI તપાસ

તાજેતરમાં જ કંપીટીશન કમિશને એક્સિસ બેંક અને IDBI બેંકના ટ્રસ્ટી યુનિટ સામે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત SBIના ટ્રસ્ટી યુનિટનું પણ તપાસમાં નામ આવ્યું છે. ફી અંગેની મિલીભગતના મામલામાં સીસીઆઈ આ તપાસ કરી રહી છે. નિયમો મુજબ દેવું વધારનારી કંપનીઓ રોકાણકારોના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરે છે જેઓ સ્વતંત્ર રીતે ફી વસૂલ કરીને ફંડનું નિરીક્ષણ કરે છે. વાસ્તવમાં ત્રણેય ટ્રસ્ટીઓએ અચાનક તેમની ફી વધારી દીધી હતી જેને સીસીઆઈએ ખોટી ગણાવી છે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં વધારાના દોર વચ્ચે આજે આવ્યા રાહતના સમાચાર, જાણો શું છે મામલો

આ પણ વાંચો : માર્ચ મહિનામાં ખાદ્યપદાર્થોના ભાવ વિશ્વભરમાં રેકોર્ડ સપાટીએ પહોંચ્યા, ખાદ્યતેલોમાં મોટો વધારો: FAO

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">