રિઝર્વ બેંક (RBI)ની તિજોરીમાં કેટલો છે ખજાનો! કેટલી છે રોકડ અને સોનું?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ તેની તિજોરીમાંથી સરકારને રૂ.1.76 લાખ કરોડ આપવાનો નિર્ણય લીધો છે. RBI દ્વારા સરકારને આપવામાં આવેલી આ સૌથી મોટી રકમ હશે. પૂર્વ ગવર્નર બિમલ જાલાનની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણોને RBI બોર્ડની બેઠકમાં સ્વીકારવામાં આવી હતી. રૂ.1.76 લાખ કરોડમાંથી રૂ.1.23 લાખ કરોડને નાણાકીય વર્ષ 2018-19 માટે સરપ્લસ અને અનામતમાંથી 52,637 કરોડ રૂપિયા આપવામાં […]

રિઝર્વ બેંક (RBI)ની તિજોરીમાં કેટલો છે ખજાનો! કેટલી છે રોકડ અને સોનું?
Follow Us:
| Updated on: Aug 27, 2019 | 11:58 AM

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ તેની તિજોરીમાંથી સરકારને રૂ.1.76 લાખ કરોડ આપવાનો નિર્ણય લીધો છે. RBI દ્વારા સરકારને આપવામાં આવેલી આ સૌથી મોટી રકમ હશે. પૂર્વ ગવર્નર બિમલ જાલાનની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણોને RBI બોર્ડની બેઠકમાં સ્વીકારવામાં આવી હતી. રૂ.1.76 લાખ કરોડમાંથી રૂ.1.23 લાખ કરોડને નાણાકીય વર્ષ 2018-19 માટે સરપ્લસ અને અનામતમાંથી 52,637 કરોડ રૂપિયા આપવામાં આવશે. ચાલો આપણે જાણીએ કે રિઝર્વ બેંકની ટ્રેઝરી કેટલી મોટી છે અને તેના સરપ્લસ અને રિઝર્વ ફંડ શું હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
વર્ષ 2017-18ના રિઝર્વ બેંકના ડેટા અનુસાર તેની પાસે 36.2 લાખ કરોડ રૂપિયાની રકમ છે. અડધીથી વધારે ચલણી નોટ જે તે મુદ્રિત કરે છે તે જવાબદારીના રૂપમાં છે. ટ્રેઝરીનો 26% હિસ્સો રિઝર્વ બેંકનો સરપ્લસ રિઝર્વ છે. આ સરપ્લસ વિદેશી અથવા ભારત સરકારની સિક્યોરિટીઝ અને સોનામાં રોકાણના રૂપમાં છે. રિઝર્વ બેંક પાસે લગભગ 566 ટન સોનું છે. કુલ તિજોરીનો લગભગ 77% હિસ્સો વિદેશી સંપત્તિ અને અનામતના રૂપમાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રિઝર્વ બેંક પાસે 2 પ્રકારના અનામત છે, કરન્સી અને ગોલ્ડ રીવોલ્યુએશન એકાઉન્ટ અને આકસ્મિક નિધિ. વર્ષ 2017-18માં કુલ 6.9 લાખ કરોડ રૂપિયા હતા. આ સોના અને વિદેશી ચલણની કિંમત છે જે ભારતીય રિઝર્વ બેંક પાસે છે. રિઝર્વ બેંકની સરપ્લસ રકમ RBI સરકારને આપી શકે છે. રિઝર્વ બેંકે તેની આવકમાં કોઈ પણ પ્રકારનો આવકવેરો ભરવાનો રહેતો નથી, તેથી તેની જરૂરિયાતો, જરૂરી જોગવાઈઓ અને જરૂરી રોકાણ પૂરા કર્યા પછી જે રકમ બાકી છે તે સરપ્લસ ફંડ છે જે તેણે સરકારને આપવાનું છે. વર્ષ 2018-19માં રિઝર્વ બેંકે સરકારને 1,23,414 કરોડ રૂપિયાના વધારાની રકમ આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: પાકિસ્તાને કરી ભારત સાથે યુદ્ધની તૈયારી! તારીખ પણ થઈ ગઈ છે નક્કી!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">