Axis Bank ખાતાધારકોને લાગશે ઝટકો, આ સર્વિસ ઉપર પણ ચુકવવા પડશે પૈસા
1 મેથી ઘણી વસ્તુઓ બદલાવા જઈ રહી છે. જેમાં એક્સિસ બેંકની (Axis Bank) સર્વિસ ઉપર ફીસ સામેલ છે. જો તમે આ બેંકના ગ્રાહક છો તો તમને આંચકો લાગી શકે છે.
1 મેથી ઘણી વસ્તુઓ બદલાવા જઈ રહી છે. જેમાં એક્સિસ બેંકની (Axis Bank) સર્વિસ ઉપર ફીસ સામેલ છે. જો તમે આ બેંકના ગ્રાહક છો તો તમને આંચકો લાગી શકે છે. ખરેખર આજથી એક્સીસ બેંકમાંથી 1000 રૂપિયા ઉપાડ્યા પછી હવે તમારે 5 ની જગ્યાએ 10 રૂપિયા ચાર્જ ભરવો પડશે. માત્ર આ જ નહીં, હવે તમારે એસએમએસ સહિતની અન્ય સુવિધાઓ ચાલુ રાખવા માટે તમારા ખિસ્સા પર ભારે પડશે.
આ પ્રાઇવેટ સેક્ટરની બેંકે બચત ખાતા પર ઘણા પ્રકારના ચાર્જ વધાર્યા છે. હવે એક્સિસ બેંકે દર મહિને મફત મર્યાદા પછી એટીએમમાંથી રોકડ ઉપાડના ચાર્જમાં વધારો કર્યો છે. આ સ્થિતિમાં તમે દર મહિને 4 એટીએમ ટ્રાન્ઝેક્શન કરી શકો છો અથવા 2 લાખ રૂપિયા સુધી ફ્રીમાં ટ્રાન્જેક્શન કરી શકો છો, પરંતુ તે પછી, વધારાના ટ્રાન્ઝેક્શનનો ખર્ચ કરવો પડશે. દર 1000 રૂપિયા માટે હવે 5 ની જગ્યાએ 10 રૂપિયા કાપવામાં આવશે.
એક્સિસ બેંકે પણ આજથી ન્યૂનતમ બેલેન્સ મર્યાદામાં વધારો કર્યો છે. મેટ્રો શહેરોમાં લઘુતમ બેલેન્સ વધારીને રૂ .15,000 કરવામાં આવ્યું છે. અગાઉ આ મર્યાદા 10,000 રૂપિયા હતી. જોકે બેલેન્સ કેટેગરીઝ મેટ્રો શહેરો અને અન્ય વિસ્તારો પર આધારિત હશે. મેટ્રો સિટીમાં, એક્સિસ બેંકે પ્રાઇમ વેરિઅન્ટ એકાઉન્ટ માટે લઘુતમ બેલેન્સ મર્યાદામાં 25,000 રૂપિયા અથવા ઓછામાં ઓછી 1 લાખ રૂપિયાની મુદત જમા કરી છે. તે જ સમયે અર્ધ શહેરી વિસ્તારોમાં, પ્રાઇમ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોએ 25,000 રૂપિયા અથવા 1 લાખ રૂપિયાની મુદત ડિપોઝિટ રાખવી પડશે. આ સિવાય ગ્રામીણ ક્ષેત્રના મુખ્ય ખાતાધારકોએ 25,000 રૂપિયા રાખવાના રહેશે. અગાઉ આ મર્યાદા 15 હજાર હતી.
એક્સિસ બેંક હાલમાં એસએમએસ ચાર્જ માટે દર મહિને 5 રૂપિયા લે છે. 30 જૂન સુધી તેઓએ દર ત્રણ મહિના માટે માત્ર 15 રૂપિયા ચૂકવવા પડશે, પરંતુ 01 જુલાઇથી, તેના પર એસએમએસ દીઠ 25 પૈસા ખર્ચ થશે, પરંતુ એક મહિનામાં 25 રૂપિયાથી વધુ ચાર્જ લેવામાં આવશે નહીં. જેમાં OTP માટે ગ્રાહકોને મોકલેલા પ્રમોશનલ ટેક્સ્ટ મેસેજ અથવા મેસેજ સામેલ થશે નહીં. આ ચાર્જ પ્રીમિયમ એકાઉન્ટ્સ, સેલેરી એકાઉન્ટ્સ અને બેઝિક એકાઉન્ટ્સ માટે અલગ હશે.
આ પણ વાંચો : Positive News: 8 દિવસના બાળકએ Coronaને આપી મ્હાત, નાના કોરોના વોરિયરની દિલ જીતી લેતી લડત