IDBI Bank Result 2021 : આસિસ્ટન્ટ મેનેજર ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર, ઉમેદવારો આ રીતે પરિણામ ચેક કરી શકશે

જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ સત્તાવાર વેબસાઇટ idbibank.in પર જઈને પરિણામ ચકાસી શકે છે.

IDBI Bank Result 2021 : આસિસ્ટન્ટ મેનેજર ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર, ઉમેદવારો આ રીતે પરિણામ ચેક કરી શકશે
IDBI Bank Result 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 3:52 PM

IDBI Bank Result 2021 : ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (IDBI) એ આસિસ્ટન્ટ મેનેજર પદ માટે ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. ત્યારે જે ઉમેદવારો આ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેઓ સત્તાવાર વેબસાઇટ idbibank.in પર જઈને પરિણામ ચકાસી શકે છે. ઉલ્લેખનીય છે કે, કુલ 650 ખાલી પોસ્ટ માટે આ પરીક્ષા લેવામાં આવી હતી.

IDBI દ્વારા 10 ઓગસ્ટ 2021 ના ​​રોજ આસિસ્ટન્ટ મેનેજરની (Assistant Manager) પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. ઉપરાંત ઉમેદવારોને અરજી કરવા માટે 22 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. તેમજ ફી ભરવાની છેલ્લી તારીખ પણ 22 ઓગસ્ટ જ હતી. ત્યારે આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સતાવાર વેબસાઈટ પરથી પરિણામ ચકાસી શકે છે.

આ રીતે પરિણામ ચેક કરો

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

Step :1 સૌ પ્રથમ IDBI ની સત્તાવાર વેબસાઇટ idbibank.in પર જાઓ.

Step :2 વેબસાઇટના હોમ પેજ પર, IDBI બેંક PGDBF-2021-22 માં પ્રવેશ માટે ભરતી સૂચના પર ક્લિક કરો.

Step :3 હવે Result for Online Examination લિંક પર ક્લિક કરો.

Step :4 માહિતી ભરીને લોગ ઈન કરો.

Step :5 પરિણામ સ્ક્રીન પર જોવા મળશે.

Step :6 તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ કાઢી લો.

ખાલી જગ્યાની વિગતો

બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર, IDBI બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ A ની પોસ્ટ માટે 650 બેઠકો માટે આ ભરતી કરવામાં આવી છે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 265, ઓબીસી ઉમેદવારો માટે 175, આર્થિક રીતે નબળા એટલે કે ઇડબલ્યુએસ માટે 65, એસસી કેટેગરી માટે 97 અને એસટી માટે 48 સીટો ફાળવવામાં આવી છે.

જરૂરી લાયકાત અને વય મર્યાદા

આસિસ્ટન્ટ મેનેજર માટે અરજી કરનાર ઉમેદવારો પાસે કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી (Graduation Degree) તેમજ જનરલ કેટેગરીના ઉમેદવારોને ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 60% માર્ક્સની લાયકાત રાખવામાં આવી હતી. જો કે એસસી એસટી ઉમેદવારો માટે ગ્રેજ્યુએશનમાં 55% ગુણ લાયકાત નક્કી કરવાામાં આવી હતી. ઉપરાંત અરજદારોની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ વય 28 વર્ષ હોવી જોઈએ.

આ પણ વાંચો : UPSCમાં રેન્ક 9 મેળવનાર ડો.અપાલા મિશ્રાએ બનાવ્યો રેકોર્ડ, ઇન્ટરવ્યુમાં અત્યાર સુધીના સૌથી વધુ ગુણ મેળવ્યા

આ પણ વાંચો :  CBSE Results 2021 : ધોરણ 10 કમ્પાર્ટમેન્ટનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ આ રીતે તપાસી શકશે પરિણામ

g clip-path="url(#clip0_868_265)">