Ola Electric Bike : ઓલાનું પહેલું ઇલેક્ટ્રિક બાઇક 2026માં થશે લોન્ચ, આ રીતે કરાવો બુકિંગ

ઓલા તેનું પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક 2026માં લોન્ચ કરી શકે છે કંપનીએ એક ઈવેન્ટમાં ચાર અલગ-અલગ પ્રકારની ઈલેક્ટ્રિક બાઈકના કોન્સેપ્ટ રજૂ કર્યા છે. જો તમે ઓલાની પહેલી ઈલેક્ટ્રિક બાઈક ખરીદવા ઈચ્છો છો તો રિઝર્વેશન ઓપન છે. ઓલા ઇલેક્ટ્રિક બાઇકની ડિલિવરી 2026માં શરૂ થશે.

Ola Electric Bike : ઓલાનું પહેલું ઇલેક્ટ્રિક બાઇક 2026માં થશે લોન્ચ, આ રીતે કરાવો બુકિંગ
Ola Electric Bike
Follow Us:
| Updated on: Jun 20, 2024 | 4:44 PM

તમે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે ઘણું સાંભળ્યું હશે. પરંતુ ઓલા ઇલેક્ટ્રિક બાઇક પર પણ ઝડપથી કામ કરી રહી છે. બેંગલુરુ સ્થિત EV કંપની તેની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક 2026માં લોન્ચ કરી શકે છે. જો બધું બરાબર રહ્યું તો 2026 થી Ola ઈલેક્ટ્રિક બાઈકની ડિલિવરી શરૂ થશે. કંપનીએ એક ઈવેન્ટમાં ચાર અલગ-અલગ પ્રકારની ઈલેક્ટ્રિક બાઈકના કોન્સેપ્ટ રજૂ કર્યા છે. જો તમે ઓલાની પહેલી ઈલેક્ટ્રિક બાઈક ખરીદવા ઈચ્છો છો તો રિઝર્વેશન ઓપન છે.

ઓલાની ઈલેક્ટ્રિક બાઈક વિશે વધુ માહિતી મળી નથી. તેની બેટરી, રેન્જ અને ફિચર્સ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી. જો કે, 2026માં લોન્ચ થનારી ઈલેક્ટ્રિક બાઈકની ડિઝાઈન તેમના કોન્સેપ્ટ વર્ઝનની ડિઝાઈન જેવી જ રહેવાની અપેક્ષા છે. ઓલાએ આ બાઇક્સને ફ્યુચરિસ્ટિક ડિઝાઇન આપી છે.

ઓલાના ચાર ઇલેક્ટ્રિક બાઇક

ઓલાના આવનારી ચાર ઈલેક્ટ્રિક બાઈકના નામ ડાયમંડહેડ, રોડસ્ટર, એડવેન્ચર અને ક્રુઝર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓલા દ્વારા સેબીને આપવામાં આવેલા ડોક્યુમેન્ટમાં સામે આવ્યું છે કે ઓલા ઇલેક્ટ્રિક બાઇકની ડિલિવરી 2026માં શરૂ થશે. એવું મનાય છે કે, આ ઈલેક્ટ્રિક બાઈક અલ્ટ્રાવાયોલેટ ઈલેક્ટ્રિક બાઈકને ટક્કર આપવાની ક્ષમતા ધરાવે છે.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

આ રીતે બુક કરો ઈલેક્ટ્રિક બાઇક

ઓલા ભારતીય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટની સૌથી મોટી કંપની છે. દેશના ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં તેનો મોટો હિસ્સો છે. સાથે જ કંપની ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરીને પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગે છે. 2026માં ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરવી એ ઓલાનું પહેલું પગલું છે કારણ કે કંપની ઈલેક્ટ્રિક મોટરસાઈકલની સંખ્યામાં વધારો કરવા માગે છે.

જો તમે ઓલાની ઈલેક્ટ્રિક બાઈક ખરીદવા માંગો છો તો તમે ઓનલાઈન બુક કરાવી શકો છો. ઓલા ઇલેક્ટ્રિકની સત્તાવાર વેબસાઇટ પર રિઝર્વેશન ચાલુ છે. અહીં તમે તમારી મનપસંદ ઈ-બાઈક રિઝર્વ કરી શકો છો.

કંપની લોકોની પસંદગીને ધ્યાનમાં રાખીને નવી ઇલેક્ટ્રિક બાઇક પર કામ કરી રહી છે. તેથી પ્રથમ ચાર મોડલમાં એડવેન્ચર, રોડસ્ટર અને ક્રુઝરની સ્ટાઇલીંગ અને પરફોર્મન્સને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ઈલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં હિટ છે, પરંતુ ઈલેક્ટ્રિક બાઈકનું બજાર એટલું વિકસ્યું નથી. ઓલા પોતાની ઈ-બાઈકના આધારે આ માર્કેટમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો Ather થી Ola સુધી, લાંબી ડ્રાઇવિંગ રેન્જ માટે આ છે 5 બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર

કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">