Gujarati News Automobiles New Tata Tigor will be available at a price less than 6 lakhs, Tigor Facelift model launched, see its great features
નવી Tata Tigor મળશે 6 લાખથી પણ ઓછી કિંમતમાં, Tigor Facelift મોડેલ થયુ લોન્ચ, જુઓ તેના શાનદાર ફીચર
ટાટા મોટર્સે ટિગોરનું ફેસલિફ્ટ મોડેલ રુ. 6 લાખથી ઓછી કિંમતે લોન્ચ કર્યું છે. નવા મોડેલમાં અપડેટેડ ડિઝાઇન, નવા ફીચર્સ જેમ કે 10.25-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 360-ડિગ્રી કેમેરાનો સમાવેશ થાય છે. એન્જિનમાં કોઈ ફેરફાર નથી. XM વેરિઅન્ટ હવે રુ. 5.99 લાખથી શરૂ થાય છે, જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત ₹8.50 લાખ છે.
1 / 6
ટાટા મોટર્સે નવું વર્ષ આવતાની સાથે જ ભારતીય બજારમાં ધૂમ મચાવી છે, ટાટા મોટર્સે ગ્રાહકો માટે 2025 ટાટા ટિયાગો તેમજ 2025 ટાટા ટિગોર લોન્ચ કરી છે. બે લોકપ્રિય સબ-કોમ્પેક્ટ સેડાન મારુતિ સુઝુકી ડિઝાયર અને હોન્ડા અમેઝના નવા ફેસલિફ્ટ મોડલ લોન્ચ થયા છે. જે પછી ટાટા મોટર્સે પણ ટિગોરને પણ નવી સુવિધાઓ સાથે બજારમાં લોન્ચ કરી છે.
2 / 6
ટાટા ટિગોર ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કરવામાં આવ્યું છે પરંતુ આ કારની પહેલી ઝલક તમને ઓટો એક્સ્પો 2025માં મળી શકે છે. ચાલો જાણીએ કે નવા ટિયોગા મોડેલમાં શું બદલાવ આવ્યો છે અને આ સેડાનની કિંમત શું છે? ટાટા ટિગોરને જોઈને એક વાત સ્પષ્ટ થાય છે કે કંપનીએ આકારમાં કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ કારમાં કેટલાક નાના ફેરફારો ચોક્કસપણે જોવા મળશે. જ્યારે આગળના ગ્રીલ અને બમ્પરમાં નાના ફેરફારો દેખાય છે, ત્યારે કંપનીએ પાછળના બમ્પરને ફરીથી ડિઝાઇન કર્યું છે.
3 / 6
ટાટા ટિગોરના અપડેટેડ મોડેલના બેઝ વેરિઅન્ટમાં સ્માર્ટ સ્ટીયરિંગ વ્હીલ અને ફુલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ આપી શકાય છે. આ ઉપરાંત, બેઝ વેરિઅન્ટમાં નવી ફેબ્રિક સીટ્સ, ISOFIX સપોર્ટ, રીઅર પાર્કિંગ સેન્સર આપવામાં આવી શકે છે.
4 / 6
આ કારના XZ Plus ના ટોપ મોડેલમાં 10.25 ઇંચ ફ્લોટિંગ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એપલ કારપ્લે, એન્ડ્રોઇડ ઓટો, 360 ડિગ્રી કેમેરા, ઓટોમેટિક તાપમાન નિયંત્રણ, રેઇન સેન્સિંગ વાઇપર અને ક્રુઝ કંટ્રોલ જેવા ફીચર્સ આપી શકાય છે.
5 / 6
ડિઝાઇન અને ફીચર્સ અપડેટ્સ સિવાય, કંપનીએ આ કારના એન્જિનમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ કોમ્પેક્ટ સેડાનમાં પહેલાની જેમ 1.2 લિટર ત્રણ સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળી શકે છે. ટિગોરની ડિઝાઇન અને ફીચર્સ જ નહીં, પણ આ કારની કિંમતમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં એ નોંધનીય છે કે કંપનીએ XE વેરિઅન્ટ બંધ કરી દીધું છે અને હવે આ કારનું શરૂઆતનું વેરિઅન્ટ XM છે, જેની કિંમત 5.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થશે.
6 / 6
અહીં રસપ્રદ વાત એ છે કે અગાઉ XM વેરિઅન્ટની કિંમત 6.60 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હતી. હવે આ કારના નવા ટોપ વેરિઅન્ટની કિંમત 8 લાખ 50 હજાર રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આ કારના CNG વેરિઅન્ટની કિંમત 7.70 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી 9.50 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધીની છે.