કાર ખરીદતા સમયે જરુરથી લો ઝીરો ડેપ ઈન્શ્યોરેન્સ કવર, જાણો શા માટે જરુરી છે
જેમ જેમ તમારી કાર જૂની થતી જાય છે તેમ તેમ માર્કેટમાં તેની કિંમત ઓછી થતી જાય છે. સમયની સાથે કારના પાર્ટસ ઘસાવા લાગે છે અને જૂના થઈ જાય છે. તેવામાં વીમાની રકમ કારની માર્કેટ વેલ્યૂ પ્રમાણે મળે છે. પણ જો તમે ઈચ્છો તો તમે તમારી જૂની કાર પર નવી કાર જેટલો ક્લેમ રિટર્ન મેળવી શકો છો.

તહેવારોની સિઝનમાં મોટાભાગના લોકો નવી કાર ખરીદવાનો વિચાર કરે છે. નવી કાર ખરીદતા સમયે લોકો સામાન્ય રીતે ઈન્શ્યોરેન્સ કરાવે છે. તેના કારણે જ્યારે કારની ચોરી થાય કે તેનો અકસ્માત થાય છે ત્યારે તેના પર તમે વીમા માટે ક્લેમ કરી શકો છો. ક્લેમ કરવા પર વીમા કંપની તમને કારના વપરાશના વર્ષના હિસાબ પ્રમાણેની કિંમત આપે છે.
જેમ જેમ તમારી કાર જૂની થતી જાય છે તેમ તેમ માર્કેટમાં તેની કિંમત ઓછી થતી જાય છે. સમયની સાથે કારના પાર્ટસ ઘસાવા લાગે છે અને જૂના થઈ જાય છે. તેવામાં વીમાની રકમ કારની માર્કેટ વેલ્યૂ પ્રમાણે મળે છે. પણ જો તમે ઈચ્છો તો તમે તમારી જૂની કાર પર નવી કાર જેટલો ક્લેમ રિટર્ન મેળવી શકો છો. તેના માટે તમારે ઈન્શ્યોરેન્સ ઝીરો ડેપ કવરને એડ ઓન કરાવવુ પડશે.
શું હોય છે ઝીરો ડેપ ઈન્સ્યોરન્સ ?
તેને ઝીરો ડેપ્રિસિયેશન અથવા ઝીરો ડેપ ઈન્શ્યોરેન્સ પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારનો વીમો છે જે વાહન જૂનું હોવા છતાં વીમાની રકમમાં ઘટાડો કરવાની મંજૂરી આપતું નથી. જ્યારે તમે દર વર્ષે કારનો વીમો રિન્યૂ કરો છો, ત્યારે કારની કિંમતની સાથે તેની વીમા રકમ પણ ઘટી જાય છે. પરંતુ જો તમે તમારા વાહન વીમા સાથે ઝીરો ડેપ કવર ઉમેરશો, તો તમારી કારની કિંમત ઓછી થશે નહીં.
ઉદાહરણ દ્વારા સમજો ઝીરો ડેપ ઇન્સ્યોરન્સ
તમારી કારને કોઈ અકસ્માતમાં નુકશાન થયુ છે તો આ સ્થિતિમાં તમને વીમા કંપની તમારા વાહનની ઉંમર અને સ્થિતિ અનુસાર અવમૂલ્યનની (Depreciation) ગણતરી કરશે. જો વીમા કંપનીએ અવમૂલ્યન (Depreciation) દરની ગણતરી 20% પર કરતી હોય, તો તે તમને 10,000 રૂપિયાના 20% એટલે કે દાવાની રકમ તરીકે રૂ. 8,000 આપશે.
પણ જો તમે ઝીરો ડેપ ઈન્શ્યોરેન્સ લીધો છે, તો આવી સ્થિતિમાં જો તમારું વાહન અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થાય છે, તો વીમા કંપની દાવાની સંપૂર્ણ રકમ ચૂકવે છે. આમાં વાહનના ભાગોને નુકસાનની કિંમત પણ સામેલ છે.
મોટર વીમા પૉલિસી લેતી વખતે, ધ્યાનમાં રાખો કે જો વીમા પૉલિસીમાં શૂન્ય ડેપ કવર ઉમેરવામાં આવે છે, તો પ્રીમિયમ અમુક ટકા વધી જાય છે. જો તમે નવી કાર ખરીદી છે તો તમને ઝીરો ડેપ્રિસિયેશન કાર ઈન્શ્યોરેન્સનો વિકલ્પ મળે છે. તેથી જો તમે નવી કાર ખરીદી હોય તો તમારે ઝીરો ડેપ ઈન્શ્યોરેન્સ મેળવવો જોઈએ કારણ કે કાર અથવા વાહનમાં અવમૂલ્યન ખરીદીની તારીખથી શરૂ થાય છે.
જો તમારી પાસે ખૂબ જ મોંઘી લક્ઝરી કાર હોય તો પણ આ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે મોંઘી કારના પાર્ટ્સ પણ મોંઘા હોય છે. આ સિવાય જો તમે નવી કાર ચલાવતા શીખી ગયા હોવ તો તમારે ઝીરો ડેપ ઈન્શ્યોરેન્સ કવર લેવું જોઈએ. આ તમારા માટે નફાકારક સોદો હશે.
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો