AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AAPમાં મોટું ‘ઓપરેશન’ : રાઘવ ચઢ્ઢાની પાંખો કપાઈ ! પક્ષે લીધા એવા પગલાં કે રાજ્યસભામાં બોલવા પર પણ લાગ્યો ‘બ્રેક’

આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને સોશિયલ મીડિયા પર છવાયેલા રહેતા રાઘવ ચઢ્ઢા સામે હાઈકમાન્ડે લાલ આંખ કરી છે. પદ છીનવાયું એટલું જ નહીં, પણ હવે સંસદમાં તેમનો અવાજ પણ રુંધાઈ જશે. જાણો કેમ કેજરીવાલના ખાસ ગણાતા ચઢ્ઢા અચાનક પક્ષની નજરમાં ખટકાવા લાગ્યા?

AAPમાં મોટું 'ઓપરેશન' : રાઘવ ચઢ્ઢાની પાંખો કપાઈ ! પક્ષે લીધા એવા પગલાં કે રાજ્યસભામાં બોલવા પર પણ લાગ્યો 'બ્રેક'
Image Credit source: TV9 Network
| Updated on: Apr 02, 2026 | 6:18 PM
Share

આમ આદમી પાર્ટી (AAP) માં બધું બરાબર નથી ચાલી રહ્યું તેવા સંકેતો મળી રહ્યા છે. પક્ષે તેના તેજતર્રાર નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ અત્યંત કડક અને આશ્ચર્યજનક કાર્યવાહી કરી છે. રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ‘ડેપ્યુટી લીડર’ (ઉપનેતા) ના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને સાંસદ અશોક મિત્તલની નિમણૂક કરવામાં આવી છે.

બોલવા પર પણ પ્રતિબંધ?

સૌથી ચોંકાવનારી વાત એ છે કે પક્ષે રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને જાણ કરી છે કે રાઘવ ચઢ્ઢાને ગૃહમાં બોલવા માટે સમય ફાળવવામાં ન આવે. જે નેતા અત્યાર સુધી એરપોર્ટ પર 10 રૂપિયાની ચા થી લઈને ગીગ વર્કર્સના મુદ્દે ગૃહ ગજવતા હતા, હવે તેમના જ પક્ષે તેમની બોલતી બંધ કરી દીધી છે.

પગલાં પાછળના 4 મુખ્ય કારણો:

  • શિસ્તભંગની તલવાર: સૂત્રોના જણાવ્યા અનુસાર, રાઘવ ચઢ્ઢા પક્ષ સાથે ચર્ચા કર્યા વગર પોતાની મરજી મુજબના મુદ્દાઓ ગૃહમાં ઉઠાવતા હતા. પક્ષની લાઈનથી અલગ ચાલવું તેમને ભારે પડ્યું હોય તેમ લાગે છે.
  • મૌન પાછળનું રહસ્ય: જ્યારે દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને કોર્ટમાંથી રાહત મળી, ત્યારે રાઘવ ચઢ્ઢાનું મૌન પક્ષને ખૂંચ્યું હતું. તેમણે પક્ષના પક્ષમાં કોઈ મોટું નિવેદન આપ્યું નહોતું.
  • સમયની લડાઈ: એવો પણ આક્ષેપ છે કે ચઢ્ઢા પક્ષના કોટાનો મોટાભાગનો સમય પોતે જ લઈ લેતા હતા, જેના કારણે અન્ય સાંસદોને બોલવાની તક મળતી નહોતી.
  • વ્યક્તિગત બ્રાન્ડિંગ વિરુદ્ધ સામૂહિક નિર્ણય: AAP હાઈકમાન્ડનું માનવું છે કે નેતાએ પક્ષના સામૂહિક નિર્ણય મુજબ ચાલવું જોઈએ, નહીં કે પોતાની વ્યક્તિગત છબી ચમકાવવા માટે.

હવે શું?

આ ઘટનાથી AAPની અંદરનો કલેહ હવે સપાટી પર આવી ગયો છે. રાઘવ ચઢ્ઢાએ હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. શું આ રાઘવ ચઢ્ઢાના રાજકીય વનવાસની શરૂઆત છે કે પછી પક્ષની અંદર કોઈ મોટી નવાજૂની થવાના એંધાણ છે? તે જોવું રહ્યું.

હોર્મુઝની લગામ હવે ઈરાન-ઓમાનના હાથમાં : અમેરિકાને આપી ચેતવણી, ભારતને કહ્યું- ‘તમારે ચિંતા કરવાની જરૂર નથી

Follow Us
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
g clip-path="url(#clip0_868_265)">