Mahindra Thar ROXX નું બુકિંગ શરૂ થતાં પહેલાં જ 3 મહિનાનો વેઇટિંગ પિરિયડ

ભારતમાં થારનો એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેની ખાસિયત એ છે કે મહિન્દ્રાએ સત્તાવાર રીતે થાર રોક્સનું બુકિંગ શરૂ કર્યું નથી, પરંતુ તેનો વેઇટિંગ પિરિયડ 3 મહિના સુધી પહોંચી ગયો છે. તેના વિશાળ કદ અને શક્તિશાળી એન્જિન સાથે થાર રોક્સને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Mahindra Thar ROXX નું બુકિંગ શરૂ થતાં પહેલાં જ 3 મહિનાનો વેઇટિંગ પિરિયડ
Mahindra Thar ROXX Image Credit source: Mahindra
Follow Us:
| Updated on: Sep 30, 2024 | 7:04 PM

Mahindra Thar Rocks ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં આ વર્ષે લોન્ચ થયેલી સૌથી મોટી ગાડીઓ પૈકીની એક છે. મહિન્દ્રાએ સ્વતંત્રતા દિવસના અવસર પર નવા થાર રોક્સની કિંમત જાહેર કરી હતી. ભારતમાં થારનો એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેની ખાસિયત એ છે કે મહિન્દ્રાએ સત્તાવાર રીતે થાર રોક્સનું બુકિંગ શરૂ કર્યું નથી, પરંતુ તેનો વેઇટિંગ પિરિયડ 3 મહિના સુધી પહોંચી ગયો છે. તેના વિશાળ કદ અને શક્તિશાળી એન્જિન સાથે થાર રોક્સને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મોટાપાયે ઓફલાઈન બુકિંગને કારણે તેનો વેઇટિંગ પિરિયડ વધી ગયો છે.

દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા શહેરોમાં થાર રોક્સની ભારે માંગ છે. આ શહેરોમાં થાર રોક્સનો વેઇટિંગ પિરિયડ 2 મહિના સુધી પહોંચી ગયો છે. જ્યારે પુણે, ચેન્નાઈ, જયપુર અને અમદાવાદ જેવા શહેરોમાં 3 મહિના સુધીનો વેઇટિંગ પીરિયડ છે. એવો અંદાજ છે કે થાર રોક્સનું સત્તાવાર બુકિંગ શરૂ થતાં જ તેનો વેઇટિંગ પિરિયડ હજુ પણ વધશે.

થાર રોક્સની સત્તાવાર બુકિંગ તારીખ

મહિન્દ્રા થાર રોક્સનું સત્તાવાર બુકિંગ 3 ઓક્ટોબર 2024થી શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા ડીલરો થાર રોક્સનું બિનસત્તાવાર રીતે 21,000 રૂપિયામાં બુકિંગ લઈ રહ્યા છે. નવી ઓફ-રોડ SUV 2.0 લિટર ટર્બો પેટ્રોલ અને 2.2 લિટર ડીઝલ એન્જિન વિકલ્પો સાથે આવે છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ બંને વિકલ્પો છે.

કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
Peanuts : મગફળી ખાધા પછી આ વસ્તુઓ ન ખાઓ, બગડી શકે છે હેલ્થ
Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 21-12-2024

થાર રોક્સની ફીચર્સ

ફીચર્સ વિશે વાત કરીએ તો, થાર રોક્સ એસયુવી 10.25 ઈંચ ઈન્ફોટેનમેન્ટ અને ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે, ઓટો એસી, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, 6-વે પાવર્ડ ડ્રાઈવર સીટ અને પેનોરેમિક સનરૂફ જેવી સુવિધાઓથી સજ્જ છે. આ સિવાય 6 એરબેગ્સ, 360 ડિગ્રી કેમેરા, ઓટો-હોલ્ડ સાથે ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને લેવલ 2 એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) સંપૂર્ણ સ્યૂટ જેવી સુરક્ષા સુવિધાઓ હશે.

થાર રોક્સની કિંમત

મહિન્દ્રા થાર રોક્સની એક્સ-શોરૂમ કિંમત 12.99 લાખ રૂપિયાથી 22.49 લાખ રૂપિયા છે. ભારતીય બજારમાં તે મારુતિ સુઝુકી જીમ્ની અને ફોર્સ ગુરખા 5-ડોર જેવી કોમ્પેક્ટ એસયુવી તેમજ હ્યુન્ડાઈ ક્રેટા અને કિયા સેલ્ટોસ સાથે સ્પર્ધા કરશે. તેની ડિલિવરી ઓક્ટોબરમાં જ શરૂ થવાની ધારણા છે.

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
g clip-path="url(#clip0_868_265)">