AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓલા, TVS અને બજાજ ચેતકને ટક્કર આપવા આવી રહ્યું છે આ ઈલેક્ટ્રિક સ્કૂટર, બુકિંગ શરૂ

કંપનીએ લોન્ચ પહેલા આનું બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો આ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને બુકિંગ કરાવી શકે છે. આ ઉપરાંત, કંપનીએ તેના માટે એક ટીઝર પણ બહાર પાડ્યું છે. કંપનીએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરને યુવાનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યું છે.

ઓલા, TVS અને બજાજ ચેતકને ટક્કર આપવા આવી રહ્યું છે આ ઈલેક્ટ્રિક સ્કૂટર, બુકિંગ શરૂ
Greaves Electric Mobility
| Updated on: Jan 18, 2024 | 10:38 PM
Share

ગ્રીવ્સ ઇલેક્ટ્રિક મોબિલિટી ભારતીય બજારમાં તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ ઈ-સ્કૂટરનું નામ એમ્પીયર NXG હોઈ શકે છે. કંપનીએ લોન્ચ પહેલા આનું બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો આ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને બુકિંગ કરાવી શકે છે. આ ઉપરાંત, કંપનીએ તેના માટે એક ટીઝર પણ બહાર પાડ્યું છે. કંપનીએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરને યુવાનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યું છે. ભારતીય બજારમાં તે Ola ઈલેક્ટ્રિક, TVS iQube, બજાજ ચેતક EV જેવા ઘણા મોડલ સાથે સ્પર્ધા કરશે.

નવા એમ્પીયર સ્કૂટરની વિગતો

કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા ટીઝર અનુસાર, NXGની ડિઝાઇન યુવાનોને અનુરૂપ લાગે છે. તેમાં એપ્રોન-માઉન્ટેડ ટર્ન ઇન્ડિકેટર્સ સાથે એલઇડી હેડલાઇટનો સમાવેશ થાય છે. વેબસાઈટ પરની ટીઝર ઈમેજ એ પણ દર્શાવે છે કે બેટરી પેક રાઈડરની સીટની નીચે રહેશે. તેમાં ફ્લેટ ફ્લોરબોર્ડ હશે, જેનાથી સામાન રાખવામાં સરળતા રહેશે. સુરક્ષાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. મહત્તમ સલામતીની ખાતરી કરવા માટે તેમાં 4 ગણુંવધુ મજબૂત એક્સોસ્કેલેટન છે.

LED લાઇટ્સ ઉપરાંત એમ્પીયર NXGમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે ટચસ્ક્રીન ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ પણ હશે. સ્કૂટરમાં બેલ્ટ ઓપરેટેડ સેટઅપ સાથે ચાર રાઈડિંગ મોડ પણ મળશે. તેના હાર્ડવેરમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ, ડ્યુઅલ રીઅર સ્પ્રિંગ્સ અને ડિસ્ક બ્રેક સેટઅપનો સમાવેશ થાય છે. સ્કૂટરમાં LFP બેટરી હશે, જે તેની કેટેગરીમાં સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. આ ઉપરાંત તેનો ચાર્જિંગ સમય પણ ઓછો લે છે.

આ સ્કૂટરમાં કાર્બન ફાઈબર ફિનિશ સાથે સૌથી મોટી સીટ છે, જેના કારણે તેમાં બેઠેલા બંને મુસાફરોને ખૂબ જ આરામદાયક સવારી મળશે. સ્કૂટર પેટન્ટ ટેક્નોલોજી સાથે હાઇબ્રિડ સ્વિંગ આર્મ અને મલ્ટિ-સસ્પેન્શન સાથે આવે છે.

આ પણ વાંચો ઈલેક્ટ્રિક કાર ચલાવવી સસ્તી પડે કે પેટ્રોલ કાર ? જાણો સંપૂર્ણ ગણિત

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">