AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈલેક્ટ્રિક કાર ચલાવવી સસ્તી પડે કે પેટ્રોલ કાર ? જાણો સંપૂર્ણ ગણિત

જો તમે પણ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ તમારે પેટ્રોલ કાર ખરીદવી કે ઇલેક્ટ્રિક તે અંગે મૂંઝવણ છે, તો આજે અમે તમારી સમસ્યાનું સમાધાન આપવાનો પ્રયત્ન કરીશું. આજે અમે તમને જણાવીશું કે, એક વર્ષમાં પેટ્રોલ અને ઇલેક્ટ્રિક કાર ચલાવવામાં કેટલો ખર્ચ આવે છે. આનાથી તમે સારી રીતે સમજી શકશો કે તમારે કઈ કાર ખરીદવી જોઈએ.

ઈલેક્ટ્રિક કાર ચલાવવી સસ્તી પડે કે પેટ્રોલ કાર ? જાણો સંપૂર્ણ ગણિત
Electric vs petrol car
| Updated on: Jan 17, 2024 | 7:19 PM
Share

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે સરકાર અને કાર કંપનીઓ પ્રોત્સાહન આપી રહી છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ભારે વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવા લાગ્યા છે. પેટ્રોલ કારની સરખામણીમાં ઇલેક્ટ્રિક કારની રનિંગ કોસ્ટ ઓછી છે. જો કે, પેટ્રોલ અને ઇલેક્ટ્રિક કાર બંનેના પોતપોતાના ફાયદા અને નુકસાન પણ છે.

જો તમે પણ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ તમારે પેટ્રોલ કાર ખરીદવી કે ઇલેક્ટ્રિક તે અંગે મૂંઝવણ છે, તો આજે અમે તમારી સમસ્યાનું સમાધાન આપવાનો પ્રયત્ન કરીશું. આજે અમે તમને જણાવીશું કે, એક વર્ષમાં પેટ્રોલ અને ઇલેક્ટ્રિક કાર ચલાવવામાં કેટલો ખર્ચ આવે છે. આનાથી તમે સારી રીતે સમજી શકશો કે તમારે કઈ કાર ખરીદવી જોઈએ.

આ માટે અમે ટાટા Tata Nexonનું ઉદાહરણ લઈ રહ્યા છીએ કારણ કે આ કાર પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંનેમાં ઉપલબ્ધ છે. Tata Nexon પેટ્રોલની ગુજરાતમાં એક્સ શોરૂમ કિંમત 8.10 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે તેના ઇલેક્ટ્રિક વર્ઝનની કિંમત 14.74 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

એક વર્ષ પેટ્રોલ કાર ચલાવવાનો ખર્ચ :

  • દિવસ દીઠ મુસાફરી : 20 કિલોમીટર
  • માઇલેજ : 18.5 કિમી/લિટર
  • પેટ્રોલની કિંમતઃ રૂ. 97/લીટર (ગુજરાત)
  • વાર્ષિક મુસાફરી : 7,300 કિલોમીટર
  • પ્રતિ કિલોમીટર ખર્ચ : રૂ. 5.25
  • પેટ્રોલનો વાર્ષિક ખર્ચ : 38,275 રૂ

એક વર્ષ ઇલેક્ટ્રિક કાર ચલાવવાનો ખર્ચ :

  • દિવસ દીઠ મુસાફરી : 20 કિલોમીટર
  • કાર રેન્જ : 325 કિમી/ચાર્જ
  • વીજળીનો દર : રૂ 12/યુનિટ (ફુલ ચાર્જ માટે 30 યુનિટના રૂ. 360)
  • વાર્ષિક મુસાફરી : 7,300 કિલોમીટર
  • પ્રતિ કિલોમીટર ખર્ચ : રૂ. 1.10
  • ચાર્જિંગનો વાર્ષિક ખર્ચ : રૂ. 8,030

જો આપણે ખર્ચના આંકડા જોઈએ તો પેટ્રોલ કારની સરખામણીમાં ઇલેક્ટ્રિક કાર ચલાવવાનો ખર્ચ ઘણો ઓછો છે. ઈલેક્ટ્રિક કારનો વાર્ષિક ખર્ચ 8 હજાર થાય છે, જ્યારે પેટ્રોલ કારનો વાર્ષિક ખર્ચ 38 હજાર થાય છે.

તમને જણાવી દઈએ કે કંપની Tata Nexon EVની બેટરી પર 8 વર્ષની વોરંટી આપે છે. જો બેટરી 8 વર્ષ પછી ખરાબ થઈ જાય તો નવી બેટરીની કિંમત લગભગ 7 લાખ રૂપિયા છે. કાર જૂની થતાં તેની કિંમત પણ ઘટી જાય છે. 4 થી 5 વર્ષ પછી કારની કિંમત 45-50% ઘટી જાય છે.

શરૂઆતમાં ઇલેક્ટ્રિક કાર ખરીદવી થોડી મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે તે હજી થોડી મોંઘી છે. પરંતુ તેને ચલાવવાનો ખર્ચ ઘણો ઓછો છે. ભારતમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજી પણ તેના પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ તે પર્યાવરણને અનુકૂળ હોવાને કારણે તેને સંપૂર્ણ સમર્થન આપવામાં આવી રહ્યું છે.

નોંધ : ઈલેક્ટ્રિક ચાર્જની ગણતરી ટોરેન્ટ પાવરના આધારે કરવામાં આવી છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">