AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગાડીની માઇલેજ વધારવી છે ? આ સરળ ઉપાયોથી કરો પૈસાની બચત અને ડ્રાઇવિંગને બનાવો સ્માર્ટ

જો તમે કારના માલિક હોવ, તો તમારી ગાડીની માઇલેજને લઈને ચિંતા થવી સ્વાભાવિક છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની કાર વધુ અંતર કાપે અને ઈંધણ (પેટ્રોલ/ડીઝલ) પાછળ થતો ખર્ચ ઓછો થાય. પરંતુ ઘણા લોકો એ ભૂલી જાય છે કે માત્ર એન્જિન કે કાર બનાવતી કંપની જ માઇલેજ નક્કી નથી કરતી, પરંતુ તમારી ડ્રાઇવિંગ કરવાની રીત અને ગાડીની યોગ્ય જાળવણી પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમે કેટલીક સરળ આદતો અપનાવો અને કારની યોગ્ય સંભાળ રાખો, તો કોઈપણ વધારાના ખર્ચ વગર તમે તમારી કારની માઇલેજમાં ઘણો વધારો કરી શકો છો.

Breaking News : ગાડીની માઇલેજ વધારવી છે ? આ સરળ ઉપાયોથી કરો પૈસાની બચત અને ડ્રાઇવિંગને બનાવો સ્માર્ટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2026 | 3:38 PM
Share

સૌ પ્રથમ વાત કરીએ ડ્રાઇવિંગ કરવાની રીત વિશે. માઇલેજ માટે ગાડી હંમેશા યોગ્ય ઝડપે ચલાવવી ખૂબ જ જરૂરી છે. ખૂબ વધારે સ્પીડ કે એકદમ ધીમી ગતિએ ગાડી ચલાવવાથી ઇંધણનો વપરાશ વધી જાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માઇલેજ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપરાંત, અચાનક એક્સિલરેટર દબાવવું, વારંવાર બ્રેક મારવી અને ઝટકા સાથે ડ્રાઇવિંગ કરવાથી એન્જિન પર દબાણ વધે છે અને પેટ્રોલ-ડીઝલનો વપરાશ પણ વધી જાય છે.

ટાયરનું પ્રેશર ચેક કરો

બીજું મહત્વનું પાસું છે ટાયર અને વ્હીલ એલાઈનમેન્ટ. જો ટાયરમાં હવાનું દબાણ ઓછું હોય અથવા વ્હીલ યોગ્ય રીતે એલાઈન ન હોય, તો એન્જિનને વધુ મહેનત કરવી પડે છે અને તેના કારણે માઇલેજ ઘટે છે. તેથી, સમયસર ટાયરનું પ્રેશર, ટાયરની સ્થિતિ અને વ્હીલ એલાઈનમેન્ટની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. આ માત્ર માઇલેજ જ નથી વધારતું, પરંતુ ડ્રાઇવિંગને સુરક્ષિત અને સરળ (સ્મૂધ) પણ બનાવે છે.

કારમાં બિનજરૂરી સામાન ન રાખો

ત્રીજો મહત્વનો મુદ્દો કારનું વજન છે. ઘણા લોકો પોતાની કારમાં બિનજરૂરી સામાન રાખતા હોય છે, જેના કારણે કાર ભારે થઈ જાય છે અને એન્જિનને વધુ પાવર લગાવવી પડે છે. ગાડીમાં ફક્ત જરૂરી સામાન રાખવો એ ઇંધણ બચાવવાનો એક સરળ રસ્તો છે.

સમયસર સર્વિસિંગ કરાવવું જોઈએ

આ ઉપરાંત, રેગ્યુલર સર્વિસિંગ પણ માઇલેજ પર અસર કરે છે. જો એન્જિન, એર ફિલ્ટર અને અન્ય પાર્ટ્સ યોગ્ય રીતે કામ ન કરતા હોય, તો ઇંધણનો વપરાશ વધી જાય છે. સમયસર સર્વિસ કરાવવાથી એન્જિન સ્મૂધ ચાલે છે અને ફ્યુઅલની બચત થાય છે.

તમારી કારની માઇલેજ વધારવા માટે યોગ્ય સ્પીડ, સ્મૂધ ડ્રાઇવિંગ, ટાયર અને વ્હીલની સાચી જાળવણી તેમજ સમયસર સર્વિસિંગ કરાવવું અત્યંત જરૂરી છે. આ સરળ ઉપાયો અપનાવીને તમે તમારી કારની પરફોર્મન્સ, માઇલેજ અને એન્જિન લાઈફમાં સુધારો કરી શકો છો, સાથે જ ઇંધણ (પેટ્રોલ-ડીઝલ) પાછળ થતો ખર્ચ પણ ઘટાડી શકો છો. આ સરળ ઉપાયોથી તમારી કારની માઇલેજમાં પહેલા કરતાં સારા સુધારા આવશે. સાથે સાથે કારના એંજિન પર લોડ ઓછો પડશે જે કારને બીજી ઘણી બધી પ્રૉબ્લેમથી બચાવશે.

Car Buying Tips: ઓટોમેટિક કે મેન્યુઅલ- કાર ખરીદતા પહેલા કન્ફ્યુઝન? જાણો તમારા માટે શું યોગ્ય છે

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">