AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mother’s Day 2023: જાણો Mother’s Day વિશે કેટલીક જાણી-આજાણી વાતો, ક્યા કારણથી મનાવવામાં આવે છે આ ખાસ દિવસ ? જાણો તેના ઈતિહાસ વિશે

Mothers Day Special: સમ્રગ વિશ્વમાં મે મહીનામાં બીજા રવિવારે Mother's Dayની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 14 મેના રોજ આ દિવસે ઉજવણી કરવામાં આવશે. કારણ કે મા જ એક એવી વ્યક્તિ છે જે પોતાના સંતાનો સાથે જીવનના દરેક સુખ-દુ:ખમાં ખડેપગે રહે છે. તેથી જ માની જીવનશૈલીને શબ્દોમાં વર્ણવી અશક્ય છે.

Mother's Day 2023: જાણો Mother's Day વિશે કેટલીક જાણી-આજાણી વાતો, ક્યા કારણથી મનાવવામાં આવે છે આ ખાસ દિવસ ? જાણો તેના ઈતિહાસ વિશે
Mother's Day 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 5:16 PM
Share

Mother’s Dayની ઉજવણીની શરૂઆત અમેરિકન મહિલા એના જાર્વિસ દ્વારા કરવામાં આવી હતી. એના જાર્વિસે મધર્સ ડેની ઉજવણીની શરૂઆત કરી. પરંતુ મધર્સ ડેની ઉજવણી ઔપચારિક રીતે 9 મે, 1914ના રોજ અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ વૂડ્રો વિલ્સન દ્વારા શરૂ કરવામાં આવી હતી. તે સમયે અમેરિકી સંસદમાં એક કાયદો પસાર કરીને દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે Mother’s Day ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારથી અમેરિકા, યુરોપ અને ભારત સહિત ઘણા દેશોમાં મધર્સ ડે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

Mother’s Dayના ઉજવણીનો હેતુ

અમેરિકન મહિલા એના જાર્વિસને તેની માતા પ્રત્યે ઘણો પ્રેમ અને લાગણી હતી. અના જાર્વિસ તેની માતાથી ખૂબ જ પ્રેરિત હતી અને તેણે તેની માતાના મૃત્યુ પછી લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હતો. એના જાર્વિસ પોતાનું આખું જીવન તેની માતાને સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો. તેની માતાનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે Mother’s Dayની શરૂઆત કરી. આ માટે એના જાર્વિસ એવી તારીખ પસંદ કરી કે તે તેની માતાની પુણ્યતિથિ 9 મેની આસપાસ આવે. યુરોપમાં આ દિવસને મધરિંગ સન્ડે કહેવામાં આવે છે. જ્યારે ખ્રિસ્તી સમુદાયના ઘણા લોકો આ દિવસને વર્જિન મેરીના નામથી પણ બોલાવે છે.

Mother’s Dayનું મહત્વ

દરેક વ્યક્તિ પોતાની માતાનું મહત્વ સારી રીતે સમજે છે. પરંતુ તે માતાને આ વાતનો અહેસાસ કરાવી શકતો નથી. આવી સ્થિતિમાં માતાને તેમના મહત્વનો અહેસાસ કરાવવા અને તેમને વિશેષ અનુભવ કરાવવા માટે Mother’s Dayની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં દરેક વ્યક્તિ આ દિવસને પોતાની રીતે ઉજવવાનો પ્રયાસ કરે છે. કેટલાક લોકો માતાને તેમની મનપસંદ ભેટ અથવા શુભેચ્છાઓ આપીને Mother’s Dayની શુભેચ્છા પાઠવે છે. તો કેટલાક લોકો એવા હોય છે જે આ દિવસે માતાને ઘરના કામકાજમાંથી રજા આપે છે અને તેને બહાર ફરવા પણ લઈ જાય છે. મધર્સ ડેને લઈને સોશિયલ મીડિયા પર ઘણા અવતરણો શેર કરવામાં આવે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

લાઇફસ્ટાઇના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો.

g clip-path="url(#clip0_868_265)">