Priyanka-Nick Daughter First look : ‘મધર્સ ડે’ પર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની નાનકડી પરી આવી ઘરે, પ્રિ-મેચ્યોર પ્રસૂતિને કારણે NICUમાં હતી દાખલ

લોકપ્રિય યુગલ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને નિક જોનાસની લિટલ એન્જલ ઘરે પરત ફરી છે. પ્રિ-મેચ્યોર ડિલિવરીને કારણે છેલ્લા 100 દિવસથી NICUમાં દાખલ હતા.

Priyanka-Nick Daughter First look : 'મધર્સ ડે' પર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની નાનકડી પરી આવી ઘરે, પ્રિ-મેચ્યોર પ્રસૂતિને કારણે NICUમાં હતી દાખલ
Priyanka Chopra and Nick Jonas with their daughter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 12:20 PM

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને નિક જોનાસ (Nick Jonas), હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીના સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય યુગલોમાંથી એક છે. જે ઘણીવાર ચર્ચામાં જોવા મળે છે. મધર્સ ડે આ કપલ માટે ખૂબ જ ખાસ હતો. આ મધર્સ ડે પર બંને તેમની પુત્રી માલતીને તેમના સાથે હોસ્પિટલમાંથી ઘરે પાછા લાવ્યા. આ અવસર પર પ્રિયંકાએ તેની પુત્રી સાથેની એક તસવીર શેયર કરી છે. મા-દીકરીની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સાથે જ તેને ફેન્સ તરફથી પણ ઘણો પ્રેમ મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, દંપતીની પુત્રીનો જન્મ સમય પહેલા એટલે કે પ્રિ-મેચ્યોર થયો હતો. જે બાદ તેમની પુત્રીને 100 દિવસ સુધી NICU (Neonatal Intensive Care Unit) માં દાખલ કરવામાં આવી હતી.

પ્રિયંકાએ પોતાની પ્રિય પુત્રીની પ્રથમ ઝલક તેના ચાહકોમાં શેયર કરતા લખ્યું, ‘આ મધર્સ ડે પર અમે છેલ્લા કેટલાક મહિનામાં રોલરકોસ્ટર જેવા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહ્યા હતા. આપણે જાણીએ છીએ કે, તે માત્ર આપણે જ નહીં પરંતુ આપણા જેવા બીજા ઘણા લોકોએ તેનો અનુભવ કર્યો હશે. NICUમાં 100થી વધુ દિવસો ગાળ્યા પછી, અમારી નાની પરી આખરે ઘરે પાછી આવી ગઈ છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ તસવીરમાં મા-દીકરી વચ્ચેનો પ્રેમ સ્પષ્ટ દેખાય છે. મધર્સ ડેના અવસર પર પ્રિયંકા માટે આ ગિફ્ટ ખૂબ જ ખાસ હતી. તેના કેપ્શનમાં અભિનેત્રીએ આગળ લખ્યું કે, દરેક પરિવારની સફર અલગ-અલગ હોય છે અને તેમાં વિશ્વાસ જરૂરી છે. છેલ્લા કેટલાક મહિના અમારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. પરંતુ, પાછળ ફરીને જોતાં તે સ્પષ્ટ છે કે દરેક દિવસ કેટલો કિંમતી અને પરફેક્ટ હોય છે.

નિક-પ્રિયંકાએ હોસ્પિટલ સ્ટાફનો માન્યો હતો આભાર

તેની આગળ પ્રિયંકાએ લખ્યું છે કે, અમે ખૂબ જ ખુશ છીએ કે અમારી નાની પરી ઘરે આવી છે. આ સાથે દંપતીએ લોસ એન્જલસની રેડી ચિલ્ડ્રન્સ લા જોલા અને સીડર સિનાઈ હોસ્પિટલના દરેક ડૉક્ટર, નર્સ અને નિષ્ણાંતનો આભાર માન્યો હતો. જેણે નિઃસ્વાર્થ ભાવે તેને દરેક પગલે સાથ આપ્યો. આપણા જીવનનો હવે પછીનો અધ્યાય શરૂ થવાનો છે. મમ્મી અને પપ્પા તમને ખૂબ પ્રેમ કરે છે.

પુત્રીનો પ્રથમ લૂક અહીં જુઓ…

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા-નિકની દીકરીનું પૂરું નામ શું છે?

તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે તેમની દીકરીનું નામ માલતી મેરી ચોપરા જોનાસ રાખ્યું છે. દંપતીએ તેમના જન્મ પ્રમાણપત્ર પર તેમની બાળકીનું નામ માલતી મેરી ચોપરા જોનાસ લખેલું છે. સર્ટિફિકેટમાં લખ્યું છે કે, માલતીનો જન્મ કેલિફોર્નિયાના સેન ડિએગોમાં રાત્રે 8 વાગ્યા પછી થયો હતો.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકાની પુત્રીનો જન્મ તારીખના 12 અઠવાડિયા પહેલા થયો હતો

આ સિવાય પ્રિયંકાની પુત્રીનો જન્મ ડોક્ટરે આપેલી તારીખના 12 અઠવાડિયા પહેલા થયો હતો. ફેબ્રુઆરીમાં તારીખ આપ્યા બાદ તેનો જન્મ જાન્યુઆરીમાં જ થયો હતો. પ્રી-મેચ્યોર ડિલિવરીને કારણે દંપતીએ નક્કી કર્યું કે, જ્યાં સુધી તેમનું બાળક સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેઓ હોસ્પિટલમાં જ રહેશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">