હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ઓગષ્ટ મહિનો રહેશે ભારે- જુઓ Video

|

Jul 26, 2024 | 4:17 PM

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઝાકળી વરસાદને લઈને આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ઓગષ્ટ મહિના દરમિયાન ખેડૂતો માટે અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ વરતારો આપ્યો છે.

હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે ઓગષ્ટ મહિના દરમિયાન ખેડૂતો માટે આ વરતારો આપ્યો છે. અંબાલાલે ખેડૂતો માટે ઓગષ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો ન કરવા જણાવ્યુ છે. આવુ કરવાથી પાક પીળો પડી શકે છે. ઓગષ્ટ મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે પૂરની સ્થિતિ બની શકે છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઝાકળી વરસાદ ને કારણે આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આ સપ્તાહ દરમિયાન ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. 30 જુલાઈએ રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ઓગષ્ટના ઓરિસ્સા છત્તીસગઢ મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ થશે.

ઓગષ્ટ મહિનામાં સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આ તરફ કચ્છમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હળાથી મધ્યમ વરસાદ રહેશે. જ્યારે કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે. ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળા વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ પડી શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે 30 જુલાઈ સુધી સારો વરસાદ થશે. ઓગષ્ટ માસમાં સારા વરસાદી ઝાપટા આવી શકે છે. 16 થી 22 ઓગષ્ટમાં વરસાદ આવી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

Input Credit- Ravindra Bhadoria- Gandhinagar

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:39 pm, Fri, 26 July 24

Next Article