ગુજરાતભરમાં દિવસના તાપમાનનો પારો ગગડ્યો, છતા સૌથી વઘુ ગરમી અમરેલીમાં

|

Mar 31, 2024 | 8:28 PM

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઈન્ડ્યુસ સાયક્લોનિક સરક્યુલેશનના પગલે, ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો છે. આજે રવિવારે નોંધાયેલ તાપમાન સામાન્ય તાપમાન કરતા પણ ઓછુ તાપમાન નોંધાયું છે. જો કે તાપમાનમાં મળેલ આ રાહત બે દિવસ પુરતી રહેશે. આગામી બે દિવસમાં, દિવસના મહત્તમ તાપમાનનો પારો પાછો ઉચકાતા કાળઝાળ ગરમીનો અનુભવ થવા લાગશે.

ગુજરાતભરમાં દિવસના તાપમાનનો પારો ગગડ્યો, છતા સૌથી વઘુ ગરમી અમરેલીમાં
Image Credit source: Social Media

Follow us on

માર્ચ મહિનામાં રાત્રીના તાપમાનનો પારો ઉચકાયેલો રહેતા દિવસના તાપમાનનો પારો પણ ઉચે જતો રહ્યો હતો. આ વર્ષે માચ મહિનામાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને વટાવી ગયો હતો. જો કે, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન આકાર પામેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનને પગલે, ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો હતો.

આજે રવિવારને 31મી માર્ચના રોજ, અમરેલી અને રાજકોટ સિવાયના સમગ્ર રાજ્યમાં દિવસનું મહત્તમ તાપમાન 38 ડીગ્રીની નીચે રહેવા પામ્યું છે. અમરેલીમાં સૌથી વધુ 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે સમાન્ય કરતા એક ડિગ્રી ઓછુ હતું. તો રાજકોટમાં પણ આજે 38 ડીગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલી અને રાજકોટ સિવાય સમગ્ર રાજ્યમાં તાપમાનનું પ્રમાણ સમાન્ય તાપમાન કરતા પણ ઓછુ તાપમાન નોંધાયું છે. મોટા ભાગના શહેરોમાં દિવસનું મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવા પામ્યું છે.

અમદાવાદના તાપમાનની વાત કરીએ તો, આજે શહેરમાં મહત્તમ તપમાન 36.8 ડિગ્રી નોંધાયું છે. જે સમાન્ય તાપમાન કરતા પણ એક ડિગ્રી ઓછુ રહ્યું છે. જો કે અમદાવાદ શહેરમાં રાત્રીનું લઘુત્તમ તાપમાન 23.7 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતા 1.8 ડિગ્રી વધુ છે. વડોદરા શહેરમાં દિવસનું મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી રહ્યું છે. જે સામાન્ય કરતા એક ડિગ્રી ઓછુ છે. જો કે વડોદરામાં રાત્રીનું તાપમાન 24.6 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતા 2.7 ડિગ્રી વધુ છે. ગાંધીનગર શહેરમાં પણ તાપમાનનું પ્રમાણ ઘટ્યું છે. સામાન્ય કરતા બે ડિગ્રી ઓછુ એટલે કે, 36 ડિગ્રી તાપમાન રવિવારના રોજ નોંધાયું છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ભાવનગરમાં આજે દિવસનું મહત્તમ તાપમાન 35.2 ડીગ્રી નોંધાયું છે. જે સામાન્ય તાપમાન કરતા 2 ડિગ્રી ઓછુ છે. કચ્છના ભૂજમાં 37.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે. નલિયામાં સમાન્ય કરતા 3 ડિગ્રી ઓછુ એટલે કે, 32.6 ડિગ્રી ગરમી નોંધાઈ છે. સુરેન્દ્રનગરમાં પણ ગરમીનું પ્રમાણ સામાન્ય કરતા ઓછુ એટલે કે, 37.8 ડિગ્રી નોંધાયું છે. વેરાવળમાં આજે દિવસનું મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી નોંધાયું છે. ઓખામાં 32.1 ડિગ્રી અને પોરબંદર ખાતે દિવસનું મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી નોંધાયું છે. દ્વારકા 28.4 ડિગ્રી ગરમી નોંધાઈ છે.

સુરતમાં આજે ગરમીનો પારો 36 ડિગ્રીએ અટકયો છે. તો વલસાડમાં વલસાડ 35.6 ડિગ્રી ગરમી નોંધાઈ છે. હિલ સ્ટેશન ડાંગમાં ગરમીનું પ્રમાણ 37.6 ડિગ્રી નોંધાયું છે. કંડલામાં 35.7 ડિગ્રી, દાહોદમાં 36.1 ડિગ્રી અને બનાસકાંઠાના ડિસમાં 36 ડિગ્રી ગરમીનું પ્રમાણ નોંધાયું છે.

31મી માર્ચને રવિવારના રોજ નોંધાયેલ ગરમીનું પ્રમાણ (ડિગ્રીમાં)

  • અમદાવાદ 36.8
  • અમરેલી 38.6
  • વડોદરા 37.2
  • ભાવનગર 35.2
  • ભૂજ 37.2
  • દાહોદ 36.1
  • ડાંગ 37.6
  • ડિસા 36
  • દ્વારકા 28.4
  • ગાંધીનગર 36
  • જામનગર 32.4
  • કંડલા 35.7
  • નલિયા 32.6
  • ઓખા 32.1
  • પોરબંદર 33.2
  • રાજકોટ 38.1
  • સુરત 36.
  • સુરેન્દ્રનગર 37.8
  • વલસાડ 35.6
  • વેરાવળ 31.2

 

Next Article