Weather News : ગુજરાતમાં ગરમીનો પારો વધશે, આજે અને આવતીકાલે અમદાવાદમાં યલો એલર્ટ
ગુજરાતમાં આજથી બે દિવસ ગરમીમાં 2 ડીગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. એટલે કે ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તાપમાન વધવાની આગાહીને પગલે 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાતા લોકોને કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. આજથી બે દિવસ ગરમીમાં 2 ડીગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. એટલે કે ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તાપમાન વધવાની આગાહીને પગલે 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આ વધતી ગરમી વચ્ચે અબોલા પશુ પક્ષીઓમાં પણ ગરમીને લગતા કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ પણ વાંચો : GT vs RR IPL 2023 : અમદાવાદમાં ગિલ-મિલર ફરી હિટ, રાજસ્થાન રોયલ્સને મળ્યો 178 રનનો ટાર્ગેટ
અમદાવાદમાં બે દિવસ યલો એલર્ટ
હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે. તો બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય. 2 દિવસ બાદ 2 ડિગ્રી તાપમાન વધશે. 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. હીટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તાપમાન 41 ડિગ્રીથી ઉપર જાય ત્યારે યલો એલર્ટ આપવામાં આવે છે.
40 ડિગ્રી આસપાસ નોંધાયું તાપમાન
સામાન્ય રીતે માર્ચ મહિનામાં જ ગરમીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે માર્ચ મહિનામાં કમોસમી વરસાદના કારણે ગરમીનું પ્રમાણ ઓછું હતું. પરંતુ એપ્રિલ મહિનાના એક અઠવાડીયા પછી લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ગરમી વધી રહી છે. ત્યારે અમદાવાદની વાત કરવામાં આવેતો 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાય રહ્યું છે. પાંજરાપોળ ખાતે જીવદયા સંસ્થામાં અબોલ પશુ પક્ષીઓમાં ગરમીને લગતા કેસમાં વધારો નોંધાયો છે.
19 એપ્રિલે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા
બીજી તરફ હવામાન વિભાગે માહિતી આપી છે કે ઉત્તર દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈને તાપમાનમાં વધારો થશે. જો કે હજુ પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. 19 એપ્રિલે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની શકયતા છે.
પશુઓમાં ડિહાઇડ્રેશનના કેસમાં વધારો
2016માં રાજ્યમાં 48 ડિગ્રી નોંધાય હતી. જ્યારે 7 વર્ષ બાદ 2022માં તાપમાન 47 ડિગ્રી નોંધાયું હતું. ગરમી વધવાના કારણે પશુઓમાં ડિહાઇડ્રેશનના કેસમાં વધારો નોંધાયો છે. જીવદયા સંસ્થા વર્ષોથી અબોલા પશુ પક્ષીઓ માટે કામ કરે છે. સંસ્થામાં ગત વર્ષે 30 ટકા કેસમાં વધારો નોંધાયો છે. આ વર્ષે અત્યારથી જ 5 ટકા ઉપર વધુ કેસ નોંધાયા છે. જેમાં દર વર્ષે કબુતરના સૌથી વધુ કેસ આવ્યા છે. જ્યારે બીજા નંબરે સમડી, મોર સહિત અન્ય પક્ષીઓ અને પશુઓમાં ડિહાઇડ્રેશનના જોવા મળે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…