Breaking News : ગુજરાતમાં 26 જેટલા જળાશય 100 ટકા ભરાયા, 37 જળાશય હાઇ એલર્ટ પર, 13 એલર્ટ પર, જાણો શું છે પાણીની સ્થિતિ
ગુજરાતમાં અત્યાર સુધી કચ્છમાં સીઝનનો સૌથી વધુ 112. 7 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 45.24 ટકા વરસાદ ખાબક્યો છે. તો પૂર્વ મધ્ય ગુજરાતમાં 30.16 ટકા, સૌરાષ્ટ્રમાં 63.14 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 32.36 ટકા વરસાદ વરસી ગયો છે.
Monsoon 2023 : ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાએ (Rain ) અવિરત કૃપા વરસાવી છે. આ સાથે જ ગુજરાતના 26 જેટલા જળાશય પાણીથી 100 ટકા ભરાઇ ગયા છે. ગુજરાતના 37 જળાશય હાઇ એલર્ટ (High alert) પર છે. તો 13 જળાશયો એલર્ટ પર છે. તો 15 જળાશય વોર્નિંગ પર છે.
આ પણ વાંચો-Banaskantha Rain: અંબાજીમાં વહેલી સવારથી ભારે વરસાદ, પાલનપુર-અંબાજી હાઈવે પર ભરાયા પાણી, જુઓ Video
જળાશયોમાં પાણીની સ્થિતિ
ગુજરાતના જળાશયોમાં પાણીની સ્થિતિની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયો કુલ સંગ્રહના 52.85 ટકા પાણી ભરાયેલુ છે. તો મધ્ય ગુજરાતના 17 જળાશયો 29.78 ટકા ભરાયા છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમ પાણીથી 35.57 ટકા ભરાયા છે. જેમાંથી એક ડેમ સંપૂર્ણ 100 ટકા ભરાઇ ગયો છે. કચ્છના 20 જળાશયો 63.70 ટકા ભરાઇ ગયા છે. જેમાંથી 7 ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા છે. સૌરાષ્ટ્ર 141 જળાશયો 57.56 ટકા પાણીથી ભરાયા છે. જેમાંથી 18 ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા છે. સરદાર સરોવર નર્મદા ડેમની વાત કરીએ તો તે તેની જળ ક્ષમતાના 58.08 ટકા ભરાયો છે.
સીઝનનો આટલો વરસાદ વરસ્યો
ગુજરાતમાં અત્યાર સુધી કચ્છમાં સીઝનનો સૌથી વધુ 112. 7 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 45.24 ટકા વરસાદ ખાબક્યો છે. તો પૂર્વ મધ્ય ગુજરાતમાં 30.16 ટકા, સૌરાષ્ટ્રમાં 63.14 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 32.36 ટકા વરસાદ વરસી ગયો છે. આમ સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં 43.77 ટકા વરસાદ વરસી ગયો છે.
જાણો 24 કલાકમાં કેટલો વરસાદ ખાબક્યો
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 245 તાલુકામાં મેઘ મહેર થઇ છે. ગુજરાત 106 તાલુકામાં 2 ઇંચથી સવા છ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સૌથી વધુ પાટણના સાંતલપુરમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો કોટડાસાંગાણી અને માણસામાં 6-6 ઇંચ વરસાદ ખાબક્યો છે. અબડાસા, સુઇગામ, ખંભાળીયા, ઉપલેટામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો દહેગામ, વંથલી, તલોદમાં 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો