Banaskantha Rain: અંબાજીમાં વહેલી સવારથી ભારે વરસાદ, પાલનપુર-અંબાજી હાઈવે પર ભરાયા પાણી, જુઓ Video

Banaskantha Rain: અંબાજીમાં વહેલી સવારથી ભારે વરસાદ, પાલનપુર-અંબાજી હાઈવે પર ભરાયા પાણી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 11:09 AM

અંબાજીની બજાર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી છે. વરસાદના કારણે પાણી ભરાતા બજારો પણ મોડી ખુલી હતી.

Banaskantha: બનાસકાંઠાના અંબાજીમાં (Ambaji) ભારે વરસાદથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે, અંબાજીની બજાર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી છે. વરસાદના કારણે પાણી ભરાતા બજારો પણ મોડી ખુલી હતી.

આ પણ વાંચો Monsoon 2023 : બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદથી ડીસાના ભાચરવા ગામની વધી મુશ્કેલી, જુઓ Video

બનાસકાંઠાના પાલનપુર, ધાનેરા,  ભાભર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. પાલનપુરમાં 3 કલાકમાં ધોધમાર 2 ઈંચ વરસાદ ખાબકતાં ગઠામણ પાટિયા નજીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. શહેરથી 20 ગામોને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">