Gujarati Video : સુરતના મહુવામાં નશામાં ધૂત ડ્રાયવરે મુસાફરોના જીવ જોખમમાં મુક્યા, અનાવલ હાઈવે પર સર્જયો અકસ્માત

Gujarati Video : સુરતના મહુવામાં નશામાં ધૂત ડ્રાયવરે મુસાફરોના જીવ જોખમમાં મુક્યા, અનાવલ હાઈવે પર સર્જયો અકસ્માત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 10:35 AM

મહુવા અનાવલ હાઈવે પર એક એસટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો છે. જો કે આ અકસ્માત પાછળનું કારણ બસ ડ્રાઇવરે ચિક્કાર દારૂ પીધો હોવાનું સામે આવ્યુ છે.

Surat :  સુરતના મહુવામાં ‘સલામત સવારી, એસટી અમારી’નો દાવો પોકળ સાબીત થતો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. મહુવા અનાવલ હાઈવે પર એક એસટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો છે. જો કે આ અકસ્માત પાછળનું કારણ બસ ડ્રાઇવરે ચિક્કાર દારૂ પીધો (Drunk driver) હોવાનું સામે આવ્યુ છે. ચિક્કાર દારૂ પીને ડ્રાઇવરે નશાની હાલતમાં મુસાફરોના જીવને જોખમમાં મુક્યા હતા. નશામાં ધૂત બસ ડ્રાઇવર અને કંડકટરની પોલીસે ધરપકડ કરી છે.

આ પણ વાંચો- Breaking News : અમદાવાદના સાણંદ સર્કલ ઓવરબ્રિજ નીચે સુતેલા વ્યક્તિ પર ગાડી ચઢાવી દેતા મોત, જુઓ Video

વલવાડા બજારમાં આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી. જો કે અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. જે પછી અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">