અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી પડશે કમોસમી વરસાદ
ગુજરાત પર ફરી માવઠાનું સંકટ ઘેરાયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન પલટાવાની શક્યતા વ્યક્ત કરી છે. જેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે માવઠું પડશે. આ ઉપરાંત ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ પણ રહેવાની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરી છે. ગુજરાત પર ફરી માવઠાનું સંકટ ઘેરાયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 8 અને 11 માર્ચે હવામાન પલટાવાની શક્યતા છે. જેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે માવઠું પડશે.
આ ઉપરાંત 15 માર્ચ સુધી ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ પણ રહેશે. ત્યાર બાદ 18થી 20 માર્ચ દરમિયાન પણ વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ રહેવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે વધુ એક માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે.
Published on: Mar 05, 2024 06:41 PM

