અમદાવાદ, રાજકોટ કાળઝાળ ગરમીમાં ધગધગ્યાં, 30 એપ્રિલે આ 5 જિલ્લામાં ફરી વળશે ગરમીનુ મોજૂ
ગુજરાતમાં વહેતા ગરમ સુકા પવનથી રાત્રીનુ તાપમાન પણ નોંધપાત્ર રીતે વધુ નોંધાઈ રહ્યું છે. જેના કારણે બીજા દિવસે મહત્તમ ગરમીના પ્રમાણમાં અડધાથી લઈને બે ડિગ્રી સુધીનો વધારો જોવા મળે છે.

ગુજરાતમાં હાલ પશ્ચિમ- ઉત્તર પશ્ચિમ દિશામાંથી નીચલા સ્તરે ફુંકાઈ રહેલા ગરમ પવનને કારણે, છેલ્લા બે દિવસથી રાજકોટ સહીત કેટલાક શહેર કાળઝાળ ગરમીમાં ધગધગી રહ્યાં છે. ગુજરાતમાં વહેતા ગરમ સુકા પવનથી રાત્રીનુ તાપમાન પણ નોંધપાત્ર રીતે વધુ નોંધાઈ રહ્યું છે. જેના કારણે બીજા દિવસે ગરમીના પ્રમાણમાં અડધાથી લઈને બે ડિગ્રી સુધીનો વધારો જોવા મળે છે.
જો કે ગઈકાલ સોમવારની સરખામણીએ આજે મંગળવારે રાજકોટમાં નોંધાયેલ ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો નોંધાયો છે, તો અમદાવાદમાં નોંધાયેલ ગરમીના પ્રમાણમાં પણ વધારો થયો છે. આજે સૌથી વધુ તાપમાન રાજકોટ શહેરમાં નોંધાયું છે. રાજકોટમાં 44.9 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે અમદાવાદમાં 44.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જો કે, અમદાવાદ અને રાજકોટમાં ગરમીના પ્રમાણમાં માત્ર પોઈન્ટ એક ડિગ્રીનો ફેર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલ બુધવારના રોજ, રાજકોટ-સુરેન્દ્રનગર-મોરબી-બોટાદ-કચ્છમાં ગરમીનુ મોજૂ ફરી વળશે.
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, ગાંધીનગરમાં 44 ડિગ્રી મહત્તમ ગરમી નોંધાઈ છે. ડીસામાં 41.6 ડિગ્રી ગરમી રહેવા પામી છે. જો મધ્ય ગુજરાતમાં વડોદરામાં આજે 42.4 ડિગ્રી ગરમી નોંધાઈ છે. વલ્લભવિદ્યાનગરમાં 40.7 ડિગ્રીએ ગરમીનો પારો અટક્યો છે.
ગુજરાતના અન્ય શહેરોમાં, મંગળવાર 29મી એપ્રિલના રોજ નોંધાયેલ ગરમીના પ્રમાણ પર કરીએ એક નજર.
- અમદાવાદ 44.8 ડિગ્રી
- ડીસા 41.6 ડિગ્રી
- ગાંધીનગર 44 ડિગ્રી
- વલ્લભવિદ્યાનગર 40.7 ડિગ્રી
- વડોદરા 42.4 ડિગ્રી
- સુરત 34.3 ડિગ્રી
- ભુજ 41.8 ડિગ્રી
- નલિયા 36.8 ડિગ્રી
- કંડલા પોર્ટ 36.6 ડિગ્રી
- કંડલા એરપોર્ટ 44.3 ડિગ્રી
- અમરેલી 44.5 ડિગ્રી
- ભાવનગર 41.6 ડિગ્રી
- દ્વારકા 34.6 ડિગ્રી
- પોરબંદર 37.1 ડિગ્રી
- રાજકોટ 44.9 ડિગ્રી
- વેરાવળ 32.5 ડિગ્રી
- સુરેન્દ્રનગર 43.9 ડિગ્રી