AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયા હવે Instagramનું ‘સેડ વર્ઝન’ શરૂ કરવાની યોજના તરફ, ઉદાસીની તસવીરો શેયર કરવા માટેનું પ્લેટફોર્મ

તાજેતરમાં કરેલી જાહેરાત મુજબ, રશિયન સરકાર હવે 'ઉદાસ લોકો' માટે એક અલગથી ઇન્સ્ટાગ્રામ શરૂ કરવાની યોજના ધરાવી રહયું છે. આ અપડેટ શરૂ કરવા પાછળનો ઉદેશ્ય રશિયા- યુક્રેન યુદ્ધમાં નિરાશ થયેલા લોકોને સહારો આપવા માટેનો છે.

રશિયા હવે Instagramનું 'સેડ વર્ઝન' શરૂ કરવાની યોજના તરફ, ઉદાસીની તસવીરો શેયર કરવા માટેનું પ્લેટફોર્મ
'Melancholy Version' Of Instagram For Russia Viral Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 6:33 PM
Share

રશિયા- યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) હવે શાંત પડવાના રાહે હોય, તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. વૈશ્વિક મહાસતાઑ દ્વારા અનેક પ્રયાસો કર્યા પછી આ યુદ્ધ તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ચૂકયું છે. રશિયા દ્વારા તાજેતરમાં ફેસબુક, (Facebook) ઇન્સ્ટાગ્રામ (Instagram) જેવા જાયન્ટ સોશિયલ મીડિયા પર હિંસક સમાચારો અને રશિયન સરકાર વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવા બદલ અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે રશિયા દ્વારા આ યુદ્ધમાં નિરાશ થયેલા લોકો અને આ જાયન્ટ સોશિયલ મીડિયાના નુકસાનને ભરપાઈ કરવા માટે એક ન્યુ અપડેટ લોન્ચ કરવામાં આવશે.

આ ન્યુ અપડેટના નિર્માતાઓના જણાવ્યા અનુસાર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક, અમેરિકા સ્થિત મેટા કંપનીની માલિકીની એપ્લિકેશન છે, જે રશિયામાં તેના પર મૂકવામાં આવેલા પ્રતિબંધથી તેમણે ખૂબ નુકસાન વેઠવું પડ્યું હતું. ઇન્સ્ટાગ્રામ જેવી લોકપ્રિય સેવાઓના નુકશાન પર દુઃખ વ્યક્ત કરવા માટે આ નવી સેવા વિકસાવવામાં આવી છે.

રશિયન સરકારે ફોટો-શેરિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામની ઍક્સેસને પ્રતિબંધિત કર્યા પછી, કેટલાક સ્થાનિકોએ ‘ગ્રુસ્ટનોગ્રામ’ અથવા અંગ્રેજીમાં ‘સદગ્રામ’ નામનું વૈકલ્પિક પ્લેટફોર્મ વિકસાવ્યું છે. અમે તમને જણાવી દઈએ કે, તે ઇન્સ્ટાગ્રામનું બ્લેક એન્ડ વ્હાઇટ એટલે કે, ઇન્સ્ટાગ્રામનું  ‘મેલાન્કોલી વર્ઝન’ છે જે તેના યુઝર્સને પોતાની ઉદાસીની તસવીરો શેયર કરવા માટે પ્રેરિત કરે છે.

‘સોશિયલ નેટવર્ક ફોર ધ સેડ’ આ તેની સાઈટ ટેગલાઈન છે, જે તેમની સાઇટ પર વાંચી શકાય છે. આ એપ્લિકેશનની બાયો મુજબ “પોતાની ઉદાસીની તસવીરો પોસ્ટ કરો, તમારા દુઃખી મિત્રોને આ બતાવો.” આ એપ્લિકેશન અઠવાડિયાના અંત સુધીમાં Google Play Store પર અને પછીથી એપલ એપ સ્ટોર પર જોવા મળી શકે છે.

આ એપ્લિકેશનમાં કોઈપણ પોસ્ટ પસંદ કરવા માટે હૃદયના બટનને બદલે, તૂટેલું હૃદય અને ‘ઉદાસી’નો ઇમોજી – આમ અલગ વિકલ્પ આપે છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, તેની સ્થાપના એલેક્ઝાન્ડર ટોકરેવ અન્ય ત્રણ સાથે મળીને કરવામાં આવી છે.  અન્ય ટેક મેમ્બર અફિશા ડેલીએ ટોકરેવને ટાંકીને જણાવ્યું હતું કે, “અમે ખૂબ જ દુઃખી છીએ કે ઘણી ઉચ્ચ ગુણવત્તાવાળી અને લોકપ્રિય સેવાઓ રશિયામાં વિવિધ કારણોસર તેમનું કામ બંધ કરી રહી છે. અમે સાથે મળીને આ વિશે દુઃખ વ્યક્ત કરવા માટે અને એકબીજાને ટેકો આપવા માટે ગ્રસ્ટનોગ્રામની રચના કરી હતી,” તેમણે આગળ ઉમેર્યું હતું.

રશિયા- યુક્રેનમાં યુદ્ધની વચ્ચે પશ્ચિમી સોશિયલ મીડિયા જાયન્ટ્સ પર વ્યાપક ક્રેકડાઉનમાં, રશિયાએ આ મહિનાની શરૂઆતમાં Instagram પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ, તેણે તેની પેરેન્ટ કંપની ફેસબુકને “ઉગ્રવાદી” તરીકે દર્શાવ્યા બાદ, તેના પર પ્રતિબંધ પણ મૂક્યો હતો. જો કે, કેટલાક લોકો હજુ પણ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) દ્વારા Instagram નો ઉપયોગ કરી શકે છે, તે દરમિયાન, ઘણા રશિયનોએ આ પ્લેટફોર્મના વૈકલ્પિક ઉપાયો વિકસાવ્યા છે.

ગત તા. 24 ફેબ્રુઆરીના રોજ, રશિયાએ પડોશી દેશ યુક્રેનમાં સેંકડો સૈનિકો મોકલ્યા હતા, જેથી ભયંકાર યુદ્ધની શરૂઆત થઈ હતી. ત્યારથી, રશિયન સત્તાવાળાઓએ આ આક્રમણ સંબંધિત મીડિયા કવરેજ પર નિયંત્રણો ખૂબ જ કડક કર્યા છે. તેઓ યુદ્ધ-વિરોધી વિરોધમાં ભાગ લેતા લોકોની સક્રિયપણે ધરપકડ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો – WhatsApp ચેટબોટની પહોંચ વધારવાની યોજનામાં મેટા, ભારતીય વ્યવસાયને ઓનલાઈન સ્કેલ કરવા થશે મદદરૂપ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">