ખેડૂતોને પાવર ટીલર ખરીદવા સરકાર આપશે 50% સબસીડી, યોજનામાં અરજી કરી મેળવો સહાય

પાવર ટીલર માટે ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચનાં 50% અથવા રૂપિયા 45,000 આ બેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય તરીકે મળવાને પાત્ર છે.

Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:32 PM

હાલના યુગમાં વપરાતા અદ્યતન ટેકનોલોજીથી વિકસાવેલા આધુનિક ખેત ઓજારો અને યંત્રોની મદદથી ખુબ મહેનત માંગતા ખેતકાર્યો હવે સરળ બન્યા છે. ઘણીવાર ખેત મજૂરો મળતા નથી તો ઘણીવાર ખેત મજૂરીનો ખર્ચ મોંઘા પડતો હોય છે. આવા સમયે યંત્રો કે ઓજારોના વપરાશથી ખેતીમાં ઉત્પાદન ખર્ચ ઘટાડી શકાય છે. કૃષિક્ષેત્રે યાંત્રિકીકરણ માટે સરકારે સહાય જાહેર કરી છે. તો ચાલો જાણીએ એ.જી.આર-2 કૃષિ યાંત્રિકીકરણ યોજના વિશે જેનો લાભ ખેડૂતોને મળશે.

 

 

રાજયમાં ઉદ્યોગીકરણ અને શહેરીકરણના કારણે ખેત મજૂરોની ખૂબ જ અછત પ્રવર્તે છે. ઓછા ખર્ચે સારૂ અને વધુ ખેત ઉત્પાદન મેળવી કૃષિ ઉદ્યોગોને સફળ બનાવવા માટે કૃષિ યાંત્રિકરણનો વ્યાપ વધારવો અનિવાર્ય છે. કૃષિ યાંત્રિકરણ થવાથી ખેડૂત કુદરતી અમુલ્ય સ્ત્રોત જેવા કે, જમીન, પાણી તથા વાતાવરણનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરીને ઓછા ખર્ચે સારી ગુણવતાવાળુ અને વધુ ખેત ઉત્પાદન મેળવી શકે છે. કૃષિ યાંત્રિકીકરણનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર પુરસ્કૃત “સબમીશન ઓન એગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશનયોજના અમલમાં છે તે સિવાયના 208 તાલુકામાં સામાન્ય વર્ગના ખેડૂતો માટે AGR-2 કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ આમ તો કુલ 41 ઘટકોમાં સહાય આપવામાં આવે છે. આજે આ યોજનાનાં 5 ઘટકો વિશે જાણીએ.

 

આ યોજનાનો લાભ મેળવવા માટેની પૂર્વ જરૂરિયાત એ છે કે સબમીશન ઑન એગ્રીકલ્ચરલ મીકેનાઇઝેશન યોજના અમલમાં છે તે સિવાયનાં 208 તાલુકાના અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ સિવાયના રાજ્યના કોઇ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે છે. ખાતા દ્વારા એમ્પેનલ થયેલા સાધનોની એમ્પેનલ થયેલી કંપની પાસેથી ખરીદી કરવાની રહે છે.

 

આ યોજના હેઠળ 8 બ્રેક હોર્સ પાવરથી નીચેના પાવર ટીલર માટે નાના તથા સિમાંત ખેડૂત, મહિલા ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચનાં 50% અથવા રૂપિયા 45,000 આ બેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય તરીકે મળવાને પાત્ર છે. આ જ યોજના હેઠળ 8 બ્રેક હોર્સ પાવરથી નીચેના પાવર ટીલર માટે અન્ય લાભાર્થી ખેડૂતોને કુલ ખર્ચનાં 40% અથવા રૂપિયા 36,000 આ બેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય તરીકે મળવાને પાત્ર છે.

 

આ યોજના હેઠળ 8 બ્રેક હોર્સ પાવર કે તેથી ઉપરના પાવર ટીલર માટે નાના તથા સિમાંત ખેડૂત, મહિલા ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચનાં 50% અથવા રૂપિયા 60,000 આ બેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય તરીકે મળવાને પાત્ર છે. આ જ યોજના હેઠળ 8 બ્રેક હોર્સ પાવર કે તેથી ઉપરના પાવર ટીલર માટે અન્ય લાભાર્થી ખેડૂતોને કુલ ખર્ચનાં 40% અથવા રૂપિયા 48,000 આ બેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય તરીકે મળવાને પાત્ર છે.

 

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઇ-પોર્ટલ ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહેશે. ખેડૂત ખાતેદાર યોજનાકીય ઠરાવને આધીન સરકારશ્રીના ઠરાવને આધીન આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજના માટે સંબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે જેની માહિતી પણ આઇ-ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સરકાર આપશે સબસીડી, યોજનામાં અરજી કરી મેળવો સહાય

આ પણ વાંચો: ખેડૂતો માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જળ સંરક્ષણથી ખેતીની ઉત્પાદકતામાં કરો વધારો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">