AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જળ સંરક્ષણથી ખેતીની ઉત્પાદકતામાં કરો વધારો

રાજય દ્વારા તમામ જીલ્લાઓના ડિસ્ટ્રીક ઈરિગેશન પ્લાન તૈયાર કરવાના રહે છે અને તે મુજબ રાજયનો ઈરિગેશન પ્લાન તૈયાર કર્યેથી આ યોજના માટે યોગ્યતા લાયકાત સિદ્ધ થાય છે.

ખેડૂતો માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જળ સંરક્ષણથી ખેતીની ઉત્પાદકતામાં કરો વધારો
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના
| Updated on: Jan 05, 2021 | 4:11 PM
Share

‘જળ સંચય અને જળ સિંચન’ દ્વારા વરસાદી પાણીનો ઉપયોગ કરીને જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ રિચાર્જ સંવર્ધન તથા વોટરશેડ વિકાસ જેવા કામો દ્વારા જળ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવો આવા ઉદેશ સાથે રજૂ કરવામાં આવી છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના. વરસાદ પર નોંધપાત્ર નિર્ભરતાને કારણે બિનપિયત વિસ્તારમાં ખેતી અતિ જોખમકારક અને ઓછી ઉત્પાદકતાનો વ્યવસાય બની ગઇ છે. આ સંજોગોમાં અનુભવ સાથે સંરક્ષણાત્મક સિંચાઈ ટેકનોલોજી અપનાવી ઉત્પાદકતા વૃદ્ધિ તરફ દોરી જતાં ઈનપુટ્સ દ્વારા સૂક્ષ્મ સિંચાઈને લોકપ્રિય કરી વધુ ઉત્પાદકતા મેળવવી અને આવકમાં વધારો કરી ગ્રામીણ વિકાસ હાંસલ કરવો એ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાનો મુખ્ય હેતુ છે.

આ પણ વાંચો: પશુપાલન કરતા ખેડૂતોને ચાફ કટરની ખરીદી પર મળશે 50% સરકારી સબસીડી, કરો આ રીતે અરજી

આ યોજના માટે પાત્રતાના ધોરણ આ મુજબ છે. રાજય દ્વારા તમામ જીલ્લાઓના ડિસ્ટ્રીક ઈરિગેશન પ્લાન તૈયાર કરવાના રહે છે અને તે મુજબ રાજયનો ઈરિગેશન પ્લાન તૈયાર કર્યેથી આ યોજના માટે યોગ્યતા લાયકાત સિદ્ધ થાય છે.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાના ફાયદા અને સહાય: * યોજના અંતર્ગત ‘પર ડ્રોપ મોર ક્રોપ’ માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિથી કુલ પિયત વિસ્તારમાં વધારો થાય * પાણી વપરાશની કાર્યક્ષમતા વધારવી * પાણી વિતરણ વ્યવસ્થા મજબૂત બનાવવી * પાણી ઉત્પાદકતા વધે છે તો ખેતી ખર્ચ ઘટે * રોગ અને જીવાતથી થતું નુકશાન ઘટાડવુ

આ યોજના અંતર્ગત ‘પર ડ્રોપ મોર ક્રોપ’ માટે કૃષિ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર હસ્તક કામગીરી છે અને ‘પર ડ્રોપ મોર ક્રોપ’ ઘટક માટેની અમલીકરણ એજન્સી ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ., વડોદરા છે. આ યોજના હેઠળ ‘પર ડ્રોપ મોર ક્રોપ ઘટક માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અંતર્ગતનો લાભ મેળવવા માટે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની વડોદરા ને ખેતી ને લગતા સાધનિક કાગળોસહીત અરજી કરવાની રહે છે.

g clip-path="url(#clip0_868_265)">