AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સરકાર આપશે સબસીડી, યોજનામાં અરજી કરી મેળવો સહાય

ખેતીવાડી ખાતા દ્વારા 40 PTO HPસુધીના ટ્રેક્ટર માટે તમામ ખેડૂતો માટે ખર્ચના 25% અથવા રૂ.45,000 અને 40 PTO HP થી વધુ અને 60 PTO HPસુધીના ટ્રેક્ટર માટે ખર્ચના 25% અથવા રૂ.60,000 આ બે માંથી જે ઓછી હોય તે રકમ લાભાર્થીને મળે છે.

ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સરકાર આપશે સબસીડી, યોજનામાં અરજી કરી મેળવો સહાય
ટ્રેક્ટર ખરીદવા સરકારી સહાય
| Updated on: Jan 01, 2021 | 7:02 PM
Share

ખેતીવાડી ખાતા દ્વારા અવારનવાર ખેડૂતોને સહાયરૂપ થાય તેવી યોજનાઓ લાવવામાં આવે છે. જે ખેડૂતો પોતાનું ટ્રેકટર ખરીદવાનું આયોજન કરી રહ્યા છે તેમના માટે એક ખુબ જ ફાયદાકારક યોજના છે. ખેતીવાડી ખાતા એ 40 અને 60 પી.ટી.ઓ એચ.પી. નું ટ્રેકટર ખરીદવા માંગતા ખેડૂતો માટે 45 હજારથી 60 હજાર સુધીની સહાય જાહેર કરી છે. તો ખેડૂતો કઇ રીતે આ યોજનાનો લાભ લઇ શક્શે તે જાણીએ.

આ પણ વાંચો: કપાસની ખેતી કરતા ખેડૂતો માટે કપાસની વીણીનું મશીન, સુરેન્દ્રનગરના ખેડૂતની નવિનત્તમ શોધ

ખેડૂતો પહેલા પરંપરાગત પધ્ધતિથી ખેતી કરતા હતા પરંતુ હવે ખેડૂતો જાગૃત થયા છે અને પોતાની ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. ખેતી માટે ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ, જંતુનાશક દવાઓ વગેરેને ઉપયોગ વૈજ્ઞાનિકોની ભલામણ મૂજબ કરી રહ્યા છે. ખેડૂતોને પાકોના વિસ્તાર તથા ઉત્પાદન વધારવા, સંકલિત રોગ જીવાત નિયંત્રણ વ્યવસ્થા, સંકલિત ખાતર વ્યવસ્થા, યાંત્રિકરણ, પાકોમાં મુલ્યવર્ધન, પાકોની નિકાસમાં પ્રોત્સાહન વગેરે માટે ખેતીવાડી ખાતા દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં છે.

આધુનિક પધ્ધતિ દ્વારા ખેતી કરવા ખેતીમાં યાંત્રીકરણનું મહત્વ ધીરે ધીરે વધતું જાય છે. ઉભા પાકમાં વિવિધ કામગીરી કરવા માટે અને જુદા-જુદા સાધનોને ટ્રેક્ટર સાથે જોડી તેનો ઉપયોગ આધુનિક ખેતી થાય છે. આ માટે ખેતીવાડી ખાતા દ્વારા ટ્રેક્ટર માટે સહાય આપવામાં આવે છે. આ ટ્રેક્ટર ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આઇ-ખેડૂત પોર્ટલ એમ્પેનલ થયેલ કંપની પાસેથી મેળવી શકાય છે.

ઓનલાઇન અરજી આઇ-ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે

ખેતીવાડી ખાતા દ્વારા 40 PTO HPસુધીના ટ્રેક્ટર માટે તમામ ખેડૂતો માટે ખર્ચના 25% અથવા રૂ.45,000 આ બે માંથી જે ઓછી હોય તે રકમ લાભાર્થીને મળે છે. તમામ ખેડૂતો માટે 40 PTO HP થી વધુ અને 60 PTO HPસુધીના ટ્રેક્ટર માટે ખર્ચના 25% અથવા રૂ.60,000 આ બે માંથી જે ઓછી હોય તે રકમ લાભાર્થીને મળે છે. ગુજરાત સરકાર દ્વારા એમ્પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થીએ ટ્રેકટર ખરીદવાનું રહેશે.

ટ્રેક્ટરમાં સહાય મેળવવાની આ મુજબની કાર્યવાહી કરવાની રહેશે. 1. આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. 2. આઇ-ખેડૂત પોર્ટલમાં જે તે ઘટકમાં અરજી કરી તેની પ્રિન્ટ મેળવી સહિ/અંગુઠો કરી સંબંધિત જીલ્લા કચેરીમાં જમા કરાવવાની રહેશે. 3. અરજી સાથે નીચે મૂજબના આધાર પુરાવા રજુ કરવાના રહેશે. * 7-12 અને 8 અ ની તાજેતરની નકલ * બેંકની પાસબુકની નકલ કે પછી કેન્સલ ચેક * ખેડૂત લાભાર્થીના ઓળખ તથા રહેઠાણ પુરાવાની નકલ * અનુસુચિત જાતિ અને જન જાતિના ખેડૂતો માટે સક્ષમ અધિકારીશ્રીનો દાખલો * વાવેતર અંગેનો તલાટીશ્રીનું પ્રમાણપત્ર

ખેડૂતની મીની ટ્રેક્ટરની અરજીને સંબંધિત જીલ્લા કચેરીમાંથી પાત્રતા ધરાવતા ખેડૂતોને મીની ટ્રેક્ટર ખરીદવાની મંજૂરી આપવામાં આવશે. જેમાં 60 દિવસમાં લાભાર્થી ખેડૂતે અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદવાનું રહેશે. ખેડૂતે મીની ટ્રેક્ટર ખરીદી કર્યા બાદ તેના દસ્તાવેજ સંબંધિત જીલ્લા કચેરીમાં સમયસર રજુ કરવાની રહેશે. જેમ કે ટ્રેક્ટરનું અસલ બીલ, ઇન્સ્યોરન્સ, RC બૂકની નકલ, RTO તેમજ ટેક્ષ ભર્યાની પહોંચ કે બીલ સમય મર્યાદામાં મીની ટ્રેક્ટર ખરીદી તેના જરૂરી આધાર પુરાવા રજુ કર્યાથી સંબંધિત અધિકારીશ્રી દ્વારા યોગ્ય ચકાસણી કરી સહાયની રકમ ખેડૂતના ખાતામાં જમાં કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે.

Follow Us
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">