શું સામાન્ય માણસ પણ ઉડાવી શકે છે Drone ? જાણો કેટલા રૂપિયામાં બનશે લાઈસન્સ

સરકારે ડ્રોન નીતિ (Drone policy) અને નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે, જે તમારે જાણવું જ જોઈએ. લાયસન્સથી લઈને UIN નંબર સુધી, ચાલો જાણીએ તેની કેટલીક ખાસ વાતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 7:30 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દેશના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ (Bharat Drone Mahotsav 2022) નું ઉદ્ઘાટન કર્યું હતું. 27 મેથી શરૂ થયેલો આ કાર્યક્રમ 29 મેના રોજ બપોરે 2 વાગ્યા સુધી ચાલ્યો હતો. ડ્રોન ફેસ્ટિવલમાં તમને ઘણા પ્રકારના ડ્રોન (Drone) જોવા મળશે, પરંતુ અહીં અમે તેનાથી સંબંધિત નીતિઓ વિશે વાત કરીશું. સરકારે ડ્રોન નીતિ (Drone policy) અને નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે, જે તમારે જાણવું જ જોઈએ. લાયસન્સથી લઈને UIN નંબર સુધી, ચાલો જાણીએ તેની કેટલીક ખાસ વાતો.

તમે ભારતમાં કયા પ્રકારના ડ્રોન ઉડાવી શકો છો?

ભારતમાં પાંચ પ્રકારના ડ્રોન ઉપલબ્ધ છે. નેનો ડ્રોન (250g થી ઓછું વજન), માઈક્રો ડ્રોન (2kg થી ઓછું અને 250g થી વધુ), નાનું ડ્રોન (2Kg થી 25kg વચ્ચે), મીડિયમ ડ્રોન (25Kg થી 150kg) અને મોટા ડ્રોન (150Kg થી) વધારે વજન).

લેવી પડશે મંજૂરી ?

સરકારે ડ્રોન માટેની સત્તાવાર સાઇટ, ડિજિટલ સ્કાય (Digital Sky)શરૂ કરી છે. આ સાઈટ પર તમને એરિયો સ્પેસ મેપ વિશે માહિતી મળશે. આ મેપ પર તમને ગ્રીન, યલો અને રેડ ઝોન વિશે માહિતી મળશે. આમાં તમને નો-ફ્લાય ઝોન અને તમે ડ્રોન ક્યાં ઉડાવી શકો છો જેવી માહિતી પણ મળશે. ગ્રીન ઝોનમાં ડ્રોન ઉડાડવા માટે તમારે કોઈ પરવાનગી લેવાની રહેશે નહીં.

શું દરેકને પરવાનગીની જરૂર પડશે?

જો તમારી પાસે નેનો ડ્રોન છે, તો તમારે આ માટે UIN ની જરૂર નહીં પડે. ઉપરાંત, તમારે માઇક્રો ડ્રોન ઉડાડવા માટે રિમોટ પાઇલટ લાયસન્સની જરૂર પડશે નહીં. આ સિવાય તમામ કેટેગરીના ડ્રોન માટે તમારે UIN જેવી પરવાનગી લેવી પડશે.

UIN શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે?

UIN એટલે કે યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (Unique Identification Number)એ એક પ્રકારનો યુનિક નંબર છે, જે દરેક ડ્રોન એટલે કે માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ માટે જાહેર કરવામાં આવે છે. વાસ્તવમાં, તમામ ડ્રોનનો એક યુનિક નંબર હોય છે, જેવી રીતે તમારી કાર અથવા બાઇક માટે નંબર હોય છે. આ નંબર વિના તમને ડ્રોન ઉડાવવાની પરવાનગી નહીં મળે.

UIN ની કિંમત કેટલી હશે?

ડ્રોન માટે આ નંબર મેળવવા માટે તમારે 100 રૂપિયા ખર્ચવા પડશે. પહેલા UIN નંબર મેળવવો એક મોટું કામ હતું, પરંતુ નવેમ્બર 2021 પછી આ પ્રક્રિયા સરળ બની ગઈ છે. ડિજિટલ સ્કાય પોર્ટલની મદદથી, તમે ઓનલાઈન મંજૂરી અને પ્રમાણપત્ર મેળવી શકો છો.

કેવી રીતે બનવું ડ્રોન પાઇલટ?

પીએમ મોદીએ ડ્રોન ફેસ્ટિવલની શરૂઆત કરતા 150 લોકોને ડ્રોન પાયલટ સર્ટિફિકેટ પણ આપ્યા હતા. આ સર્ટિફિકેટ માટે તમારે DGCAના અધિકૃત કેન્દ્રમાં ટ્રેનિંગ લેવી પડશે. તેની અરજી ફી 1000 રૂપિયા છે. ડ્રોન પાઈલટ બનવા માટે તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તેમજ તમે 10 પાસ હોવા જોઈએ.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">