કેપ્ટન સૂર્યકુમાર યાદવનો વર્લ્ડ કપની હાર બાદ 6 દિવસે ખુલાસો, જુઓ વીડિયોમાં
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈઆઈસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવ્યું હતું. જે બાદ પીએમ મોદી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. જાણો પીએમ મોદીએ શું કહ્યું.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈઆઈસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવ્યું હતું. જે બાદ પીએમ મોદી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. ભારતીય ક્રિકેટર સૂર્યકુમારે તે ક્ષણનો અનુભવ શેર કરતા કહ્યું, “જેમ તમે બધા જાણો છો, વર્લ્ડ કપ સમાપ્ત થયાને 6 દિવસ થઈ ગયા છે. રમત પૂર્ણ થયા પછી તરત જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમને બધાને ડ્રેસિંગ રૂમમાં મળ્યા. અમને મળ્યા અને મોટિવેશન આપ્યું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે આ ગેમ છે, જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. આ સિવાય સૂર્યકુમારે નરેન્દ્ર મોદી માટે કહે છે કે તેમનું 5-7 મિનિટ આવીને મળવું તે જ મોટી વાત છે. અમે તેમના શબ્દોને સારી રીતે સાંભળ્યા અને તેમની સાથે સમય વીતાવ્યો. સૂર્યકુમારે કહ્યું કે બધા નિરાશ છે અને અમે પણ નિરાશ છીએ.
અમારા ફેન્સ જે આખા દેશમાં છે તેમનો સપોર્ટ જોઈને ખૂબ સારું લાગ્યું. હું એટલું જ કહેવા માંગીશ કે આ સપોર્ટ છે, દરરોજ કંઈકને કંઈ નવું શીખવા મળે છે. આ સિવાય એટલું જ કહેવા માંગીશ કે તમારા બધાનો પ્રેમ આ જ રીતે વરસાવતા રહેજો. આવતા વર્ષે અન્ય એક આઈઆઈસી ટુર્નામેન્ટ આવી રહી છે તેના માટે આવી જ મહેનત કરીશું, આ જ રીતે ગેમ રમીશું અને આશા રાખીશું કે જીત મળે.
આ પણ વાંચો: ગૌર ગોપાલ દાસે શિખર ધવનના ઘરની લીધી મુલાકાત, જાણો શું કહ્યું
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

