સુરેન્દ્રનગર : બજાણા પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કેસ, ખોટી ફરિયાદ કર્યાનો પોલીસ પરિવારનો આક્ષેપ
સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ મામલે ફરિયાદનો ભોગ બનનાર પોલીસ કર્મચારીઓ અને જીઆરડી જવાનના પરીવારજનો અને સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટર તેમજ DySP કચેરી ખાતે રજૂઆત કરી હતી. ત્રણ પોલીસ કર્મચારીઓ અને એક જીઆરડી જવાન સામે ફરિયાદ નોંધાઈ હતી
સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ મામલે ફરિયાદનો ભોગ બનનાર પોલીસ કર્મચારીઓ અને જીઆરડી જવાનના પરીવારજનો અને સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટર તેમજ DySP કચેરી ખાતે રજૂઆત કરી હતી.
પોલીસ વિભાગની અંદરો અંદરની ખેંચતાણ અને રાગદ્વેષના કારણે પોલીસ કર્મચારીઓ સામે ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનો પોલીસ કર્મચારીઓ અને જીઆરડી જવાનના પરીવારજનોએ આક્ષેપ કર્યો છે. બજાણા PSI વિદેશી દારૂનો જથ્થો ભરતી વખતે સ્થળ પર હાજર હોવા છતાં વિદેશી દારૂ સગેવગે કરવાની ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનો પોલીસ કર્મચારીઓ અને જીઆરડી જવાનના પરીવારજનોએ આક્ષેપ કર્યો છે. પોલીસ દ્વારા જ ઝડપાયેલ વિદેશી દારૂ બારોબાર સગેવગે અને વેચાણ કરવાની ત્રણ પોલીસ કર્મચારીઓ અને એક જીઆરડી જવાન સામે ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર સમાચાર: પોલીસે જ કરી 606 દારૂની બોટલની ચોરી, PSIએ જ નોંધાવી ફરિયાદ
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: SAJID BELIM)