Viral Video: દર્દીઓનો જુસ્સો વધારવા ડૉકટર્સ અને નર્સે કર્યો ડાન્સ, વીડિયો જોઈ તમે પણ કહેશો ‘વાહ’
આજકાલ સોશિયલ મીડિયા પર કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral Video) થતો રહે છે. કોઈ વીડિયો આંખોમાં પાણી લાવી દે તેવો હોય છે તો કોઈ વીડિયો તમને વિચારવા પર મજબૂર કરી દે છે.
આજકાલ સોશિયલ મીડિયા પર કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral Video) થતો રહે છે. કોઈ વીડિયો આંખોમાં પાણી લાવી દે તેવો હોય છે તો કોઈ વીડિયો તમને વિચારવા પર મજબૂર કરી દે છે. કોઈ વીડિયો જોઈ તમે હસી હસીને લોટ પોટ પણ થઈ જાવ છો. હાલમાં એવો જ એક વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમે કહી ઉઠશો વાહ..
હોસ્પિટલમાં કોરોના વાયરસના સંક્રમણ સામે જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમતાં લોકોને ખુશ કરવા માટે અને લોકોને મનોરંજન દ્વારા સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય તે માટે ઓરિસ્સાના સંબલપુર જિલ્લામાં VIMSAR હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવેલાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી, ત્યારે એક અકલ્પનીય ઘટના બની હતી અને દર્દીઓને ખુશ કરવા માટે ડૉક્ટરો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયો હતો અને લોકો પણ આ વીડિયો જોઈને ભાવવિહોર થઈ ગયા હતા.
જ્યારે કોવિડના દર્દીઓના ચહેરા પર આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પર લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કોરોના વાયરસની બીજી લહેરના કપરા સમયમાં દર્દીઓના મનોબળ વધારવા માટે મનોરંજન કરવાથી ડૉક્ટર અને દર્દીઓ વચ્ચે એક સંબંધોને ઊંડાણ મળે છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ લોકો ધડાધડ શેયર કરતાં પણ જોવા મળ્યા હતા, જ્યારે દર્દીઓ પોતાની તકલીફો ભૂલીને તાળીઓ પાડી હતી અને ગંભીર વાતાવરણમાં નવો જ બદલાવ આવી ગયો હતો. કોરોના વાયરસના સંક્રમણ સમયે દર્દીઓ થોડીવાર માટે ઉત્સાહિત થયાં એ ખૂબ જ સરાહનીય અને સકારાત્મક વલણ અપનાવ્યું એ પણ એક પ્રકારનો વૈકલ્પિક ઈલાજ જ ગણી શકાય.