Corona : બીજી લહેરમાં બાળકો આવ્યા કોરોનાની ચપેટમાં, કર્ણાટકમાં 40,000 થી વધારે બાળકો થયા સંક્રમિત

કોરોનાની બીજી લહેરમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે મોટી સંખ્યામાં બાળકોને તેનો ચેપ લાગ્યો છે. તેમા પણ ફક્ત કર્ણાટક જેવા રાજ્યમાં છેલ્લા બે મહિનામાં 40 હજારથી વધુ બાળકોમાં કોરોનાનો ચેપ લાગ્યો છે. આ બાળકોની ઉંમર 9 વર્ષથી ઓછી છે.

Corona : બીજી લહેરમાં બાળકો આવ્યા કોરોનાની ચપેટમાં, કર્ણાટકમાં 40,000 થી વધારે બાળકો થયા સંક્રમિત
કર્ણાટકમાં 40,000 થી વધારે બાળકો થયા સંક્રમિત
Follow Us:
| Updated on: May 21, 2021 | 10:24 PM

દેશમાં ભાગ્યે જ કોઈ એવું રાજ્ય હશે કે જ્યાં Corona વાયરસની બીજી લહેરની અસર જોવા નાં મળી હોય. જેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં કોરોના ચેપના તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં કેસોમાં ઘટાડો થયો છે. તેમ છતાં સરકાર દ્વારા અપેક્ષા રાખવામાં આવતી હતી તેટલા કેસ ઘટયા નથી. Coronaની બીજી લહેરમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે મોટી સંખ્યામાં બાળકોને તેનો ચેપ લાગ્યો છે. તેમા પણ ફક્ત કર્ણાટક જેવા રાજ્યમાં છેલ્લા બે મહિનામાં 40 હજારથી વધુ બાળકોમાં કોરોનાનો ચેપ લાગ્યો છે. આ બાળકોની ઉંમર 9 વર્ષથી ઓછી છે.

કર્ણાટકમાં કોરોના કેસો અનુસાર 0-9 વર્ષ ના 39,846 બાળકો અને 10-19 વર્ષના 1,05,044 બાળકો કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. આ આંકડો આ વર્ષે 18 માર્ચથી 18 મે સુધીનો છે. એક સમાચાર પત્રના અહેવાલ મુજબ ગયા વર્ષે કોરોના રોગચાળાની શરૂઆત થઈ ત્યારે કોરોના પોઝિટિવ બાળકોની સંખ્યા ઓછી હતી. જ્યારે આ વર્ષે બીજી તરંગમાં બાળકોને પ્રથમ તરંગની તુલનામાં લગભગ બમણી ગતિએ કોરોના ચેપ લાગ્યો છે.

Corona રોગચાળાને કારણે મૃત્યુ પામેલા બાળકો વિશે વાત  કરીએ તો  ગયા વર્ષથી લઈને આ વર્ષ 18 માર્ચ સુધી કોવિડ દ્વારા 28 બાળકોના મૃત્યુ થયા હતા. જ્યારે ત્યારબાદ બાદ 18 મે સુધીમાં વધુ 15 બાળકો મૃત્યુ પામ્યા હતા.આ અંગે ડૉક્ટર કહે છે કે આ વખતે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ થાય છે ત્યારે ઘરના અન્ય સભ્યોને પણ બે દિવસમાં ચેપ લગાવી રહ્યા છે. મોટાભાગના કેસોમાં બાળકોને અન્યથી સૌથી પહેલા ચેપ લાગ્યો હોય છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ડૉક્ટરના મતે બાળકોને ખૂબ જ સરળતાથી ચેપ લાગે છે અને ત્યારબાદ તેઓ વડીલોમાં સૌથી વધુ સંપર્કમાં આવે છે. તેથી ચેપ ખૂબ જ ઝડપથી ફેલાય છે. બાળકોમાં કોઈ લક્ષણો દેખાતાની સાથે જ તેમના વડીલોને તેમની સાથેથી તરત જ અલગ કરી દેવા જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">