મહિલાએ બિલાડીને પહેરાવી 100 ગ્રામ સોનાની ચેઈન, વજનના કારણે બિલાડીનું હરવા-ફરવાનું થયું મુશ્કેલ

સોશિયલ મીડિયા (Social Media) પર એક મહિલાએ પોતાની બિલાડીની એક તસવીર શેર કરી. જેણે હંગામો મચાવી દીધો. મહિલાએ તેની બિલાડીના ગળામાં 100 ગ્રામ સોનાની ચેઈન (Cat's 100 Gram Gold Chain) પહેરાવી હતી. જેનું વજન બિલાડી માટે સમસ્યા બની ગયું છે.

મહિલાએ બિલાડીને પહેરાવી 100 ગ્રામ સોનાની ચેઈન, વજનના કારણે બિલાડીનું હરવા-ફરવાનું થયું મુશ્કેલ
The woman wore a cat's 100 gram gold chain(Image-Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 3:07 PM

વિશ્વમાં ઘણા પ્રકારના પાલતું પ્રાણી પ્રેમીઓ છે. કેટલાક પોતાની સાથે વિશ્વનો પ્રવાસ કરવા માટે તેમના પાલતુ પ્રાણીને લઈ જાય છે. કેટલાક તેમના માટે મોંઘા કપડાં બનાવે છે. જ્યારે કેટલાક તેમને તેમના બાળકો કરતા વધુ પ્રેમ કરે છે. સોશિયલ મીડિયા (Social Media) પર એક મહિલાએ પોતાની પાલતુ બિલાડી માટે લાવેલી ભેટની તસવીર પોસ્ટ કરીને ચર્ચામાં આવી હતી. આ મહિલાએ તેની બિલાડીને 100 ગ્રામ સોનાની ચેઈન (Cat’s 100 Gram Gold Chain) પહેરાવી હતી. આ જાડી સોનાની ચેઇન સાથે એક મોટું લોકેટ પણ જોડાયેલું છે. સૌથી મોટી વાત એ છે કે આ ચેઈન બિલાડી માટે સમસ્યા બની ગઈ છે.

મહિલાએ બિલાડી માટે ચેઈન કસ્ટમાઇઝ કરી છે. તેની કિંમત લગભગ 4.5 લાખ રૂપિયા છે. મહિલાની ઓળખ હલિઝા મૈસુર તરીકે થઈ હતી. તેણે પોતાની પાલતુ બિલાડીનું નામ મણિ રાખ્યું છે. મણિ માટે બનાવેલી ચેઈન પર તેનું નામ લખેલું છે. મણિની જન્મ તારીખ તેના પર ચિહ્નિત થયેલી જોવા મળે છે. આ ચેઈન એવી રીતે બનાવવામાં આવી છે કે, જો કોઈ અન્ય તેને પહેરવા માંગે, તો તે પહેરી શકશે નહીં. હલિઝા કહે છે કે, ચેઈન એવી રીતે બનાવવામાં આવી છે કે, તે ન હોય તો પણ તે માત્ર અને માત્ર મણિ માટે જ રહે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જૂઓ વીડિયો……

હલિઝા અને તેના પતિએ 2018માં મણિને પાલતુ પ્રાણીની દુકાનમાંથી ખરીદી હતી. બંનેએ 32 હજાર રૂપિયામાં ખરીદી કરી હતી. હલિઝા કહે છે કે, તેણે મણિને ખરીદી ત્યારથી તેનો બિઝનેસ ચાલવા લાગ્યો છે. તેમને ઘણો નફો થવા લાગ્યો છે. આ બધું પૈસાના કારણે છે. આ કારણે તે મણિને દરેક આરામ આપે છે. મણિને ઘણી વિશેષ સુવિધાઓ પણ મળે છે. તેમના વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

મણિ દર મહિને સ્પામાં જાય છે. તેમજ તેનો પોતાનો અલગ રૂમ છે. મણિ માત્ર ડિઝાઈનર કપડાં પહેરે છે જે થાઈલેન્ડમાં બને છે. દર 6 મહિનામાં કપલ ફક્ત મણિને ખરીદી માટે થાઇલેન્ડ જાય છે. જેથી મણિ દરરોજ સુંદર કપડાં પહેરી શકે. મણિને એટલો પ્રેમ મળે છે કે, આજ સુધી તેણે ક્યારેય ફ્લોર પર પગ મૂક્યો નથી. મણિ ઘરમાં ક્યારેય એકલી રહેતી નથી. તે હલિઝા અથવા તેના પતિ સાથે તેની ઓફિસે જાય છે. લોકોને મણિની ઈર્ષ્યા થવી સામાન્ય છે.

આ પણ વાંચો: Viral Video: ‘બોયફ્રેન્ડ ઓન રેન્ટ’નું પોસ્ટર પકડેલા છોકરાનો વીડિયો વાયરલ, અનોખી રીતે કહી સમસ્યા

આ પણ વાંચો: Viral: વાત કરવામાં એટલી મશગુલ થઈ યુવતી કે થયું કંઈક આવું, લોકોએ કહ્યું ‘સાવધાની હટી દુર્ઘટના ઘટી’

g clip-path="url(#clip0_868_265)">