Viral Video: ‘બોયફ્રેન્ડ ઓન રેન્ટ’નું પોસ્ટર પકડેલા છોકરાનો વીડિયો વાયરલ, અનોખી રીતે કહી સમસ્યા

વેલેન્ટાઈન ડે પર બિહારના એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો. વીડિયોમાં આ વિદ્યાર્થી એક પોસ્ટર દ્વારા અનોખી રીતે સિંગલ્સની પીડા વ્યક્ત કરતો જોવા મળ્યો હતો.

Viral Video: 'બોયફ્રેન્ડ ઓન રેન્ટ'નું પોસ્ટર પકડેલા છોકરાનો વીડિયો વાયરલ, અનોખી રીતે કહી સમસ્યા
boyfriend on rent video viral(Image-Twitter)
Follow Us:
| Updated on: Feb 15, 2022 | 11:04 AM

14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના (Valentine Day) રોજ જ્યાં કપલ એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી રહ્યા હતા. બિહાર (Bihar, Darbhanga)ના એક એન્જિનિયરિંગ વિદ્યાર્થીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વીડિયોમાં આ વિદ્યાર્થી એક પોસ્ટર (Boyfriend on Rent) દ્વારા અનોખી રીતે સિંગલ્સની પીડા વ્યક્ત કરતો જોવા મળ્યો હતો. આટલું જ નહીં, આ વિદ્યાર્થીએ લોકોને ઘણી સામાજિક સમસ્યાઓનો પણ પર્દાફાશ કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુવાનો તેને પોતપોતાના એકાઉન્ટ પર જોરદાર રીતે શેર કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલો આ વીડિયો બિહારના દરભંગાનો છે. જ્યાં દરભંગા મહારાજના કેમ્પસમાં એક છોકરો પોસ્ટર પકડેલો જોવા મળે છે. આ છોકરાએ પોસ્ટર પર લખ્યું છે, ‘ભાડા પર બોયફ્રેન્ડ.’ એટલું જ નહીં, આ છોકરો ન માત્ર સિંગલ્સના દર્દને ખૂબ જ અનોખી રીતે વ્યક્ત કરે છે, પરંતુ ઘણી સામાજિક સમસ્યાઓને ઉઠાવવાની સાથે ઉકેલ પણ આપે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરો પોસ્ટર સાથે પાણીથી ભરેલા રસ્તા પર ઉભો છે અને ત્યાંથી પસાર થતા લોકો તેને આશ્ચર્યથી જોઈ રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જૂઓ વીડિયો…..

આ છોકરાનું નામ પ્રિયાંશુ છે, જે કુંવારી છોકરીઓ માટે ભાડા પર તેનો બોયફ્રેન્ડ બનવા તૈયાર છે. તે દરભંગા એન્જિનિયરિંગ કૉલેજમાં ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં પાંચમા સેમેસ્ટરનો વિદ્યાર્થી છે. પ્રિયાંશુ કહે છે કે આજના યુવાનો હતાશાનો શિકાર બની રહ્યા છે. સિંગલ્સની આ સૌથી મોટી સમસ્યા છે. પ્રિયાંશુના કહેવા પ્રમાણે, આ પોસ્ટર દ્વારા તેનો ઉદ્દેશ્ય સિંગલ્સના મનોબળને વધારવાનો છે.

જ્યારે પ્રિયાંશુને પૂછવામાં આવ્યું કે, તે પોસ્ટર સાથે આવી ગંદી જગ્યાએ કેમ ઉભા છે? તો તે કહે છે કે આ વિસ્તારની હાલત સારી નથી. આ પોસ્ટર દ્વારા તે લોકોનું ધ્યાન તેના તરફ ખેંચીને આ સમસ્યાને સામે લાવવા માંગતો હતો. આ ઉપરાંત પ્રિયાંશુએ દરભંગા મહારાજના જર્જરિત મહેલ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે અને પ્રશાસનને આ દિશામાં પગલાં ભરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો: Viral: વાત કરવામાં એટલી મશગુલ થઈ યુવતી કે થયું કંઈક આવું, લોકોએ કહ્યું ‘સાવધાની હટી દુર્ઘટના ઘટી’

આ પણ વાંચો: Viral: સાસરીમાંથી કરિયાવરમાં આપતા હતા ટ્રેન, આ કારણે શખ્સે કરી દીધો ઈન્કાર, લોકોએ કહ્યું ‘સારૂ કર્યું રોકેટ ના આપ્યું’

g clip-path="url(#clip0_868_265)">