નાનકડા કૂતરાએ નાની બાળકી સાથે કરી કસરતો, વીડિયો જોતા લોકોએ કહ્યું- ક્યૂટ

નાનકડા કૂતરાએ નાની બાળકી સાથે કરી કસરતો, વીડિયો જોતા લોકોએ કહ્યું- ક્યૂટ
little dog jumping rope

કૂતરાઓની એક ખાસિયત છે કે પરિવારમાં આવ્યા પછી તેઓ એ પરિવાર સાથે એટલા ભળી જાય છે કે લોકો ઈચ્છે તો પણ તેમને પોતાનાથી અલગ કરી શકતા નથી. તમે ઘણા બધા કૂતરાઓને માણસો સાથે દોડતા અને રખડતા જોયા હશે, પરંતુ તમે કદાચ જ કોઈ કૂતરાને આ રીતે રમતા જોયો હશે.

TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Mar 28, 2022 | 4:07 PM

કૂતરાઓને (Dogs) વિશ્વના સૌથી વફાદાર પ્રાણી માનવામાં આવે છે. જેમ માણસો તેમની સાથે જોડાયેલા હોય છે, તેવી જ રીતે કૂતરા પણ માણસો વિના જીવી શકતા નથી. દુનિયાભરમાં એવા કરોડો લોકો છે, જેઓ કૂતરાઓને ખૂબ પ્રેમ કરે છે અને આ જ કારણથી લોકો તેમને રાખવાનું પણ પસંદ કરે છે. કૂતરાઓની એક ખાસિયત છે કે પરિવારમાં આવ્યા પછી તેઓ એ પરિવાર સાથે એટલા ભળી જાય છે કે લોકો ઈચ્છે તો પણ તેમને પોતાનાથી અલગ કરી શકતા નથી. ખાસ કરીને નાના બાળકો સાથે કૂતરાઓ આખો દિવસ રમતા રહે છે. તમે સોશિયલ મીડિયા પર કૂતરાઓને લગતા તમામ પ્રકારના વીડિયો જોયા જ હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈ કૂતરાને ‘જમ્પિંગ રોપ’ કસરત કરતા જોયા છે? હા, આવો જ એક વીડિયો આજકાલ ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં એક નાનો ડોગી દોરડા કૂદતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાની છોકરી દોરડા કૂદવાની કસરત કરી રહી છે અને તેની સાથે એક નાનો કૂતરો પણ દોરડા કૂદતો જોવા મળી રહ્યો છે. આમાં નાના ડોગીનું બેલેન્સ જોવા જેવું છે. જે રીતે છોકરી સંપૂર્ણ સંતુલન સાથે દોરડું કૂદી જાય છે, તે જ રીતે નાનો કૂતરો પણ તે જ શૈલીમાં પોતાને સંપૂર્ણ રીતે સંતુલિત કરીને દોરડું કૂદી જાય છે. તમે ઘણા બધા કૂતરાઓને માણસો સાથે દોડતા અને રખડતા જોયા હશે, પરંતુ તમે કદાચ જ કોઈ કૂતરાને આ રીતે દોરડા કૂદતા જોયા હશે.

નાના ડોગીનો ક્યૂટ વીડિયો જુઓ:

 

View this post on Instagram

 

A post shared by cutepuppy542❣️ (@cutepuppy542)

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર cutepuppy542 નામની આઈડીથી શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 16 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. નાના કૂતરાને દોરડાથી કૂદતો જોઈને લોકોએ તેને ક્યૂટ કહ્યો.

આ પણ વાંચો: Funny Video: નાની બાળકીએ ભૂલથી કરી આવી મજાક, મહિલા જમીન પર પડી, જુઓ વીડિયો

આ પણ વાંચો: Cute Baby Reel: સ્વેટર ધોતી આ બાળકીનો ક્યૂટ વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું ‘વાહ’


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati