Cute Baby Reel: સ્વેટર ધોતી આ બાળકીનો ક્યૂટ વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું ‘વાહ’
બાળકો સાથે જોડાયેલા આવા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે, જેને લોકો પસંદ પણ કરે છે. કેટલાક ચોંકાવનારા વીડિયો અને કેટલાક એવા છે જે લોકોની આંખોમાં આંસુ લાવી દે છે.
હાલ ઠંડીનું વાતાવરણ છે જેથી લોકો સ્વેટર, જેકેટ વગેરે પહેરી રહ્યા છે. ખાસ કરીને બાળકોને ઠંડીથી બચાવવા ખૂબ જ જરૂરી છે અને આ માટે માતા-પિતા(Parents) તેઓને જાડા સ્વેટર, જેકેટ પહેરાવીને રાખે છે અને તેમને ગમે ત્યાં લઈ જતા ડરતા હોય છે. આ સિવાય બાળકો(Children)ને ઠંડા પાણીને પણ સ્પર્શ કરવાની મનાઈ કરતા હોય છે, પરંતુ આખરે તો બાળકો તો બાળકો જ હોય છે.
તેઓ ક્યાં માનશે? તેઓ એજ કામ કરે છે જેની તેમને ના પાડવામાં આવે છે, અને આ માટે તેઓને ક્યારેક ઠપકો પણ આપવો પડે છે. મહિલાઓ મોટાભાગે કપડાં ધોતી હોય છે, પરંતુ સોશિયલ મીડિયા (Social Media)પર એક ક્યૂટ વીડિયો (Cute Baby Reel)ખૂબ વાયરલ (Viral Videos)થઈ રહ્યો છે, જેમાં એક નાની છોકરી પોતાનું સ્વેટર જાતે ધોઈ રહી છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનકડી છોકરી છે, જેણે માથાથી પગ સુધી ટોપી અને સ્વેટરથી ઢંકાયેલો છે. તે ઠંડીથી બચવા માટે મોજાં પણ પહેરે છે, પરંતુ તે જે કામ કરી રહી છે તે જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે. તે ખરેખર તેનું સ્વેટર ધોઈ રહી છે, તેને યોગ્ય રીતે સાફ કરવા માટે તેના પર સાબુ લગાવી રહી છે. આ ખૂબ જ ક્યૂટ વીડિયો લોકોના મનને ખુશ કરી રહ્યો છે.
View this post on Instagram
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર cute_baby_reel નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 65 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે વીડિયોને 2 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. સાથે જ આ ફની વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે. કોઈએ ‘સો ક્યૂટ’ લખ્યું છે તો કોઈએ ઈમોજી શેર કરીને છોકરી માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
બાળકો સાથે જોડાયેલા આવા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે, જેને લોકો પસંદ પણ કરે છે. કેટલાક ચોંકાવનારા વીડિયો અને કેટલાક એવા છે જે લોકોની આંખોમાં આંસુ લાવી દે છે. ફેસબુકથી લઈને ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર સુધી, આવા વીડિયો બધે વાયરલ થાય છે.
આ પણ વાંચો: Viral Video: મરઘાંઓને જોઈ દુરથી ભસી રહ્યો હતો કુતરો, પાસે આવતા જ થઈ ગઈ હવા ટાઈટ
આ પણ વાંચો: PM Kusum Yojana: આ ખાસ યોજના છે ખેડૂતો માટે, વીજળી ઉત્પન્ન કરી મેળવી શકાય છે સારી કમાણી