Viral Video: પહેલા તો લાગ્યુ કે આ કોઇ હોરર મૂવીનો સીન છે, પણ હકિકત તો કઇ અલગ જ નીકળી
આ વાયરલ વીડિયો ચીનનો છે. અહીં એક બાળકીનું માથુ સીલિંગમાં અટકેલુ જોઇને તેના મા-બાપ ચોંકી ગયા. આ દ્રશ્યો કોઇ હોરર ફિલ્મના દ્રશ્યો કરતા ઓછો ન હતા.
ઇન્ટરનેટની દુનિયામાં રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ થતો હોય છે. તેમાંથી કેટલાક વીડિયો લોકોને ચોંકાવી દેનાર હોય છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઇને લોકો અલગ અલગ થિયરીઓ બનાવી રહ્યા છે. આ વીડિયો જોઇને પહેલી નજરે તો કોઇ પણ વ્યક્તિ ડરી જ જાય. વીડિયો જોઇને અસર મામલો શું છે તેને સમજવામાં તમને પણ થોડો સમય ચોક્કસ લાગશે.
આ વાયરલ વીડિયો ચીનનો છે. અહીં એક બાળકીનું માથુ સીલિંગમાં અટકેલુ જોઇને તેના મા-બાપ ચોંકી ગયા. આ દ્રશ્યો કોઇ હોરર ફિલ્મના દ્રશ્યો કરતા ઓછો ન હતા. જ્યારે સીલિંગ પર તેમને વાળ લટકેલા દેખાયા તો તેઓ ઘબરાય ગયા. પરંતુ થોડા સમય બાદ તેમને ખ્યાલ આવ્યો કે આ તો તેમની જ દિકરી છે.
આ જોઇને તેના માતા-પિતાએ રેસ્ક્યૂ ટીમને ફોન કર્યો અને લગભગ 1 કલાકની મહેનત બાદ આ બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, આ ઘટના સાઉથ વેસ્ટ ચીનના ગુડઝોઉ (Guizhou) પ્રાંતના પુડિંગ કાઉંટીમાં(Puding county) સ્થિત એક ઘરમાં બની હતી.
આ ઘરના પહેલા માળ પર ફેન લગાવવા માટે 8 ઇંચનું એક કાણુ પાડવામાં આવ્યુ હતુ પણ તેની જાણકારી આ બાળકીને ન હતી. તેણે આ કાણામાં પોતાનું માથુ નાખીને જોવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે પોતાનું માથુ પાછુ બહાર ન કાઢી શકી અને પછી તેને અહેસાસ થયો કે તે ફસાઇ ચૂકી છે.
દિકરીને મુસિબતમાં જોઇને તેના પેરેન્ટ્સે તરત ફાયર ફાયટર્સને કોલ કર્યો. તેમણે તરત ઘટના સ્થળ પર આવીને આ બાળકીનું રેસ્ક્યૂ શરૂ કર્યુ. કેટલાક ઉપકરણોના પ્રયાસ બાદ પણ તેઓ છોકરીના માથાને બહાર કાઢવામાં અસમર્થ રહ્યા ત્યારે ફાયર ફાયટર્સે છોકરીના માથા અને વાળમાં વેજિટેબલ ઓઇલ લગાડ્યુ અને ત્યાર બાદ છોકરીનું માથુ બહાર નીકળી શક્યુ.
આ પણ વાંચો –
Rashtriy Kamadhenu Ayog : શરૂ થયાના બે વર્ષમાં જ રાષ્ટ્રીય કામધેનું આયોગનું ફીન્ડલું વાળી દેવામાં આવ્યું
આ પણ વાંચો –
BHAVNAGAR : કોરોના વેક્સિન લેવામાં ઉદાસીનતા, નાના જિલ્લાઓ કરતા પણ ભાવનગર સહીત 4 મહાનગરો રસીકરણમાં પાછળ
આ પણ વાંચો –