Ahmedabad Plane Crash: “ખબર હતી કે બલુન ડગે છે એટલે બલુન પડવાનું!”, પ્રત્યક્ષદર્શીએ 33 વર્ષમાં જોઇ બીજી આવી ઘટના
Ahmedabad Plane Crash: અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહેલા એર ઈન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાનનો અકસ્માત એક એવો અકસ્માત હતો જેણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો.હવે આ ઘટનાને લઇને લોકોના નિવેદનો આવી રહ્યા છે.
Ahmedabad Plane Crash: અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહેલા એર ઈન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાનનો અકસ્માત એક એવો અકસ્માત હતો જેણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો.હવે આ ઘટનાને લઇને લોકોના નિવેદનો આવી રહ્યા છે, ઘટનાને નજરે જોનારા લક્ષ્મિનગરના રહેવાસી કૈલાશ ઠાકોર જણાવે છે કે તેમણે આ ઘટના ખુબ મોટી હતી,33 વર્ષ પહેલા પણ આવી ઘટના બની હતી.
કૈલાશબેને જણાવ્યુ કે તેઓ વર્ષોથી આ જ વિસ્તારમાં રહે છે. તેમણે કહ્યું કે “પ્લેન ડગતું જોયું ત્યારે જ ખ્યાલ આવ્યો કે તુટી પડશે” તેમણે એમ પણ કહ્યુ કે જો પ્લેન થોડુ આગળ જઇને પડ્યું હોત તો, અમારી આખી વસ્તી બળીને ખાક થઇ જાત.