Karnataka Exit Poll: કર્ણાટકમાં ભાજપ-કોંગ્રેસ બહુમતીથી દૂર, JDS બનશે કિંગમેકર?
મતદાન પૂર્ણ થતા જ TV9 કન્નડ-C વોટરના Exit Poll સામે આવ્યો છે, જેમાં ભાજપને 83 લઈ 95 સીટ મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસને 100થી 112 બેઠકો મળવાની શક્યતા છે, જ્યારે JDSને 21થી 29 બેઠક મળવાની સંભાવના છે
આજે સવારથી કર્ણાટકમાં મતદાન થઈ રહ્યું હતું, સાંજે 5 વાગ્યા સુધી કર્ણાટકમાં 65.69 ટકા મતદાન થયું છે. કર્ણાટકમાં જીતવા માટે તમામ પાર્ટીએ પોતાનો દમ લગાવી દીધો છે.
મતદાન પૂર્ણ થતા જ TV9 કન્નડ-C વોટરના Exit Poll સામે આવ્યો છે, જેમાં ભાજપને 83 લઈ 95 સીટ મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસને 100થી 112 બેઠકો મળવાની શક્યતા છે, જ્યારે JDSને 21થી 29 બેઠક મળવાની સંભાવના છે અને અન્યને 02થી 06 સીટ મળવાની શક્યતા છે. કર્ણાટકમાં સરકાર બનાવવા માટે 113 સીટોની જરૂર છે.
જો આ પ્રકારનું પરિણામ આવ્યું તો JDS ભાજપ સાથે જશે તો તે સરકાર બનાવી શકે છે, જ્યારે કોંગ્રેસ અન્યને સાથે લઈને પણ સરકાર બનાવી શકે છે. કર્ણાટકમાં 2615 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં કેદ થયું છે, 13 તારીખે જ્યારે મતદાન પેટી ખુલશે ત્યારે જ સાચા આકડા મળશે. ભાજપે દરેક સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે 221 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. JDSએ 208 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા.