નિયા શર્માએ જિમમાં સલમાન યુસુફ ખાન સાથે કર્યું શાનદાર વર્ક આઉટ, જુઓ વાયરલ વિડીયો

નિયા શર્મા એ ટેલીવિઝનની આજે સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં ટોપ 5 લીસ્ટમાં સામેલ છે. નિયા શર્મા તેના ફેંસ સાથે તેની જિંદગી અને શૂટિંગ, વર્ક આઉટ અંગેના ફોટોઝ અને વિડિયોઝ શેર કરતી રહે છે.

નિયા શર્માએ જિમમાં સલમાન યુસુફ ખાન સાથે કર્યું શાનદાર વર્ક આઉટ, જુઓ વાયરલ વિડીયો
Nia Sharma (File Photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 04, 2022 | 8:35 PM

નિયા શર્મા (Nia Sharma) એ આજે ટેલીવુડની (Tellywood) સૌથી લોકપ્રિય એક્ટ્રેસમાંની એક ગણવામાં આવે છે. નિયા શર્માના આજે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર 90 લાખ જેટલી વિશાળ ફેન ફોલોવિંગ જોવા મળી રહી છે, જે તેની અસીમ લોકપ્રિયતાનો પુરાવો આપે છે. નિયા શર્મા તેના વફાદાર ફેન્સ સાથે રોજ કેટલાય વિડિયોઝ શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર ગઈકાલે (03/04/2022) ટ્રેનર અને ડાન્સર સલમાન યુસુફ ખાન સાથે જીમમાં કાર્ટવ્હીલ પરફોર્મ કરતી વખતે એક રસપ્રદ વિડીયો શેર કર્યો છે. નિયા શર્મા એ ખૂબ મોટી ફિટનેસ લવર છે.

View this post on Instagram

A post shared by Nia Sharma (@niasharma90)

એક્ટ્રેસ અને મોડલ નિયા શર્મા આજે ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી હોટ સ્ટાર્સમાંની એક છે. અભિનેત્રી તેના સ્ટીમી પોસ્ટસ અને વિડિઓઝથી તેના ચાહકોને પ્રભાવિત કરવામાં ક્યારેય નિષ્ફળ થતી નથી. અભિનેત્રી એક ઉત્સુક સોશિયલ મીડિયા યુઝર છે અને તે સોશિયલ મીડિયા પર તેના અંગત અને વ્યાવસાયિક જીવનની રસપ્રદ ઝલક શેર કરવાનું પસંદ કરે છે.

View this post on Instagram

A post shared by Nia Sharma (@niasharma90)

તેણીની તાજેતરની ઇન્સ્ટાગ્રામ રીલમાં, તમે નિયા અને સલમાનને જીમમાં જોઇ શકો છે. આ વિડિયોમાં રોક બેન્ડ કાલિયોનું ગીત વેય ટુ ગો ડાઉન દર્શાવવામાં આવ્યું છે. આ વાયરલ વિડિયોમાં, તમે નિયાને બ્લેક ક્રોપ્ડ ટોપ અને મેચિંગ જેગિંગ્સ પહેરેલી જોઈ શકો છો, જ્યારે સલમાને સફેદ ટી-શર્ટ અને મેચિંગ બેગી ફીટ પેન્ટ પહેર્યું છે.

આ વિડિયો ફોટો-શેરિંગ પ્લેટફોર્મ પર આવ્યા પછી તરત જ, નિયાના મિત્રોએ કોમેન્ટ સેક્શનમાં ધમાલ મચાવી દીધી હતી અને અભિનેત્રીના વખાણ કર્યા છે. કૃતિકા સેંગર ધીરે લખ્યું, “ઓહ માય ગોડ નિયા…. સુપરથી પણ ઉપર છે આ તો. ❤️,” જમાઈ રાજાની નિયાની ઓન-સ્ક્રીન માતાએ લખ્યું કે, “અદ્ભુત Kiddo ❤️.” અર્જુન બિજલાનીએ લખ્યું, “અભિનંદન.”

ચાહકોએ પણ નિયાનો આ વિડિયો પસંદ કર્યો છે અને પોસ્ટ પર હાર્ટ અને ફાયર ઇમોટિકન્સ મૂક્યા છે. એક પ્રશંસકે લખ્યું, “તમે ખૂબ સુંદર દેખાઈ રહ્યા છો ❤️❤️❤️,” બીજાએ કહ્યું, “અદ્ભુત.”

View this post on Instagram

A post shared by Nia Sharma (@niasharma90)

જો કે, આવું પહેલીવાર નથી કે જ્યારે અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર કોઈ રસપ્રદ વીડિયો શેર કર્યો હોય. અગાઉ, તેણીએ સ્ટીમી બ્લેક એન્ડ વ્હાઇટ વીડિયો શેર કર્યો હતો.આ ટૂંકી ક્લિપમાં, નિયા તેના ટોન બોડીને ફ્લોન્ટ કરતી હોલવેમાં ચાલતી જોઈ શકાય છે. ‘નાગિન 4’ એક્ટરને સેક્સી ક્રોપ ટોપ સાથે ડેનિમ જીન્સ પહેરેલી જોઈ શકાય છે. આ વિડીયોમાં તેણી ‘બોસ લેડી’ની જેમ ચાલે છે. તેના આ લુકને પૂર્ણ કરવા માટે, નિયાએ બ્લેક શેડ્સ અને ક્રોસ લોકેટ પહેર્યા હતા.

View this post on Instagram

A post shared by Nia Sharma (@niasharma90)

જો આપણે વર્ક ફ્રન્ટ પર જોઈએ તો, નિયા શર્મા એક હજારો મેં મેરી બેહના હૈ, જમાઈ રાજા, કુમકુમ ભાગ્ય અને નાગિન જેવા ટેલિવિઝન શો કરવા માટે જાણીતી છે. 2020માં, નિયા રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરેલ ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી – મેડ ઈન ઈન્ડિયાના વિજેતા તરીકે ખૂબ લોકપ્રિયતા મેળવી છે.

આ પણ વાંચો – Parveen Babi Birth Anniversary : રણબીર કપૂરે જ્યારે કહ્યું કે આલિયા ભટ્ટ તેની બાયોપિક માટે…..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati