જામનગર જળબંબાકાર, બાંગા ગામ બેટમાં ફેરવાયું, હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને લોકોને બચાવાયા

થોડા સમય પહેલા ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા હતા. પરંતુ મેઘો અનરાધાર રીતે વરસી રહ્યો છે, ત્યારે આ મેઘમહેર કહેર બનતી જણાય છે. ભારે વરસાદને કારણે સ્થિતી વણસી રહી હોય તેવુ લાગી રહ્યું છે.

જામનગર (Jamnagar)ના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરીમાં વડોદરા એન.ડી.આર.એફની ટીમ જોડાઈ છે. સતત ભારે વરસાદને પગલે જામનગર જિલ્લામાં વરસાદી પાણીના ભરાવાને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેને લઈ નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના આદેશ સાથે વડોદરા સ્થિત એન.ડી.આર.એફ. (NDRF) બટાલિયન 6ની ટુકડી બચાવ કામગીરીમા જોડાઈ છે.

 

એનડીઆરએફ (NDRF)ની ટુકડીના જવાનો દ્વારા કાલાવડ તાલુકાના પંજેતન નગરમાં સ્થાનિક તંત્રની સાથે પૂરમાં ફસાયેલાઓને ઉગારવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં 13 મહિલાઓ, 11 પુરુષો અને 7 બાળકો મળી 31 લોકોને કાલાવડી નદીના પુરમાંથી ઉગારીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા અને હજુ દળના જવાનોની બચાવ કામગીરી યથાવત છે.

 

ભારે વરસાદના પગલે જામનગરનું બાંગા ગામ બેટમાં ફેરવાય ગયું છે. ભારતીય હવાઈ દળ દ્વારા હેલિકોપ્ટરથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રીએ જામનગર ક્લેક્ટર સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ જરૂર જણાય તો એરલિફ્ટ કરીને લોકોને બચાવવાની સૂચના આપી હતી.

 

આ પહેલા 25 લોકોને રેસ્ક્યું કરવામાં આવી ચુક્યા છે, પરંતુ હજુ પણ કેટલાક લોકો ત્યાં ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આખા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

 

 

આ પણ વાંચો : Maharashtra Rain : મુંબઈમાં ભારે વરસાદની આગાહી, કોંકણ સહિત પશ્ચિમ મહારાષ્ટ્ર માટે જાહેર કરાયુ ઓરેન્જ એલર્ટ

 

આ પણ વાંચો : Rajkot Rain : ગોંડલ, જસદણ, લોધિકા, ઉપલેટા, જેતપુર પંથકમાં ભારે વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ડુબ્યાં

Click on your DTH Provider to Add TV9 Gujarati