વરસાદી મૌસમની મજા માણવા ગયેલો યુવક 65 ફુટ ઉંચા ધોધ પરથી નીચે પટકાયો છતા જીવતો રહ્યો- જુઓ Video
એક યુવક વરસાદી મૌસમની મજા માણવા માટે તેના મિત્રો સાથે ફરવા ગયો હતો અને વહેતા ધોધને જોવા માટે તે જેવો થોડો નજીક ગયો કે તેનો પગ લપસ્યો અને તે 65 ઊંચા ધોધ પરથી નીચે પટકાયો. આ દરમિયાન તે વચ્ચે એક પહાડ સાથે પણ ટકરાયો. જોકે લોકોએ તુરંત તેને પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો.
છત્તીસગઢના ધાસગુડા પાસે એક દર્દનાક ઘટના બની. ચોમાસાની મજા લેવા ગયેલો 65 ફુટ ઉંચા ધોધ પરથી પટકાયો. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજા પહોંચી છે અને તેના શરીરના કેટલાક હાડકા તૂટી ગયા છે. હકીકતમાં આ યુવક વરસાદી મૌસમની મજા માણવા માટે ઝરણા પર ગયો હતો અને જેવો તે થોડો નજીક જઈને જોવા ગયો કે તેનો પગ લપસ્યો અને તેને વહેતા ધોધમાંથી 65 ફુટ નીચે પટકાયો હતો. આ દરમિયાન તે વચ્ચે એક પહાડ સાથે પણ ટકરાયો હતો. જેમ કોઈ બોલ ટપ્પી ખાતો ખાતો નીચે પડે એ પ્રકારે યુવક નીચે પડ્યો હતો.
હાલ વરસાદી સિઝન ચલી રહી છે. ત્યારે છત્તીસગઢના ધસગુડમાં આવેલ ઝરણુ પ્રવાસીઓને ખૂબ આકર્ષિત કરી રહ્યુ છે. સિરપુર રોડ નજીક ચેરકાપુર ગામનો આ યુવક તેના મિત્રો સાથે ઝરણા પર ફરવા માટે ગયો હતો. તે ઝરણાની 60-65 ફુટ ઉંચા શીખર પર ચડ્યો અને એ જ સમયે પગ લપસવાને કારણે પહાડો સાથે ઘસાતો નીચે પાણીમાં પડ્યો હતો. જો કે સારી બાબત એ રહી કે ત્યાં અગાઉથી તરતા લોકોએ તેને બહાર કાઢ્યો અને તુરંત સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ તેના શરીરના કેટલાક હાડકા તૂટ્યા હોવાનું જણાવ્યુ છે.
જો કે સારી બાબત એ રહી કે હાલ તેની હાલત સ્થિર છે અને તે ખતરાની બહાર છે. આ ઘટના પ્રવાસન સ્થળો પર સુરક્ષા વ્યવસ્થાની કમીને ઉજાગર કરે છે. સ્થાનિક લોકોએ જણાવ્યુ કે સિંધખોલ જળપ્રપાત જેવા અન્ય સ્થાનો પર ચોમાસામાં પ્રવાસીઓની ભીડ વધી રહી છે પરંતુ પ્રશાસન બેરીકેડ, ચેતવણી સંકેત કે બચાવ પ્રોટોકોલ જેવી કોઈ વ્યવસ્થા નથી કરી.
