AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટ અર્પણ, મહાઆરતીથી ગુંજ્યું મંદિર, જુઓ Video

ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટ અર્પણ, મહાઆરતીથી ગુંજ્યું મંદિર, જુઓ Video

| Updated on: Oct 22, 2025 | 5:22 PM
Share

નવા વર્ષની શરૂઆત નિમિત્તે અમદાવાદના મણિનગર સ્થિત સ્વામિનારાયણ – કુમકુમ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટોત્સવ ઉજવાયો હતો. સદગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી દ્વારા સ્થાપિત આ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપા અને જીવનપ્રાણ સ્વામીબાપાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને મહાઆરતી યોજાઈ હતી.

મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અન્નકૂટોત્સવની શરૂઆત ભગવાન સ્વામિનારાયણે સંવત્ 1857માં માંગરોળ ખાતે પ્રથમવાર મહાભોગ ધરાવાવમાં પ્રથા શરુ કરી હતી. ત્યારથી દર વર્ષે આ ઉત્સવ ઉજવાય છે.

ભાગવત પુરાણ મુજબ, અન્નકૂટોત્સવનો આરંભ ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં થયો હતો. ગોકુળમાં લોકો ઈન્દ્રદેવની પૂજા કરતા, પરંતુ કૃષ્ણે સમજાવ્યું કે વરસાદ માટે ઈન્દ્ર નહીં, પરંતુ ગોવર્ધન પર્વત જવાબદાર છે. તેથી સૌએ ગોવર્ધન પર્વતની પૂજા કરી અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે કારતક સુદ એકમના દિવસે અન્નકૂટોત્સવ ઉજવવાની પરંપરા શરૂ થઈ, જે આજે પણ હર્ષોઉલ્લાસથી મનાવવામાં આવે છે.

ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. ભક્તિના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Published on: Oct 22, 2025 05:05 PM
g clip-path="url(#clip0_868_265)">