લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2023 : મણિપાલ ટાઈગર્સે ટોસ જીતીને પસંદ કરી બોલિંગ, જાણો શું છે Betting Rate
સુરતના લાલાભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં આજે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2023ની ક્વોલિફાયર 1 મેચ રમાઈ રહી છે. મણિપાલ ટાઈગર્સે ક્વોલિફાયર 1માં અર્બનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું છે. ચાલો જાણીએ શું છે સટ્ટા બજારનો હાલ !
મણિપાલ ટાઈગર્ 5 ડિસેમ્બર મંગળવારના રોજ સુરતના લાલાભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2023ના ક્વોલિફાયર 1માં અર્બનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમી રહી છે. મણિપાલ ટાઈગર્સે ક્વોલિફાયર 1માં અર્બનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું છે.
બંને ટીમો ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવાનું લક્ષ્ય રાખશે જ્યારે હારનાર ટીમ બીજી તકની રાહ જોશે અને ક્વોલિફાયર 2 માં રમશે. સટ્ટા બજારમાં બનેં ટીમોના ભાવ હાલમાં સમાન જોવા મળી રહ્યા છે. આ રેટ મેચ શરુ થયા બાદ પણ ફેરફાર થઈ શકે છે.તેમજ ટીમ જ્યારે પોતાની પ્લેઈંગ 11 જાહેર કરે છે ત્યારે પણ રેટિંગમાં ફેરફાર જોવા મળતો હોય છે.
મણિપાલ ટાઈગર્સ (પ્લેઈંગ ઈલેવન): ચેડવિક વોલ્ટન (wk), મોહમ્મદ કૈફ (C), કોલિન ડી ગ્રાન્ડહોમ, એન્જેલો પરેરા, અસેલા ગુણારત્ને, થિસારા પરેરા, અમિત વર્મા, ઈમરાન ખાન, મિશેલ મેકક્લેનાઘન, પ્રવીણ ગુપ્તા, પંકજ સિંહ
અર્બનરાઇઝર્સ હૈદરાબાદ (પ્લેઇંગ ઇલેવન): માર્ટિન ગુપ્ટિલ, ડ્વેન સ્મિથ, રિક્કી ક્લાર્ક, ગુરકીરત સિંહ માન, સુરેશ રૈના (C), પીટર ટ્રેગો, સ્ટુઅર્ટ બિન્ની, અસગર અફઘાન, અમિત પૌનીકર (WK), પવન સુયલ, ક્રિસ એમપોફુ
(નોંધ : આ માત્ર કઈ ટીમને વધારે સમર્થન મળી રહ્યું છે. તેમજ કઈ ટીમના હાર અને જીતના ચાન્સ વધારે જોવા મળી રહ્યા છે. સટ્ટાબાજની નજરે આ આંકડા રજુ કર્યા છે. અમારો ઉદેશ્ય સટ્ટાબાજને પ્રોત્સાહન કરવાનો નથી.)
આ પણ વાંચો : હાર્દિક પંડ્યાનું મુંબઈએ “હાર્દિક સ્વાગત” કર્યા બાદ પહેલું રિએક્શન સામે આવ્યું, જુઓ વીડિયો
