AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્દિક પંડ્યાનું મુંબઈએ “હાર્દિક સ્વાગત” કર્યા બાદ પહેલું રિએક્શન સામે આવ્યું, જુઓ વીડિયો

હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે તેની આઈપીએલ સફરની શરૂઆત કરી હતી અને આ ટીમ સાથે અનેક ટાઈટલ જીત્યા હતા, પરંતુ મુંબઈએ 2022માં પંડ્યાને રિટેન કર્યો નહોતો. ત્યારબાદ તે નવી ટીમ ગુજરાત ટાઇટન્સમાં ગયો અને હવે તે આ વર્ષે ફરી મુંબઈ પાછો ફર્યો છે. મુંબઈ પરત ફર્યા બાદ તેની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.

હાર્દિક પંડ્યાનું મુંબઈએ હાર્દિક સ્વાગત કર્યા બાદ પહેલું રિએક્શન સામે આવ્યું, જુઓ વીડિયો
| Updated on: Nov 28, 2023 | 12:11 PM
Share

હાર્દિક પંડ્યા હવે આઈપીએલમાં પોતાની જુની ટીમ મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળશે. પંડ્યાની મુંબઈમાં એન્ટ્રી થઈ ગઈ છે. 2 વર્ષ ગુજરાત ટાઈટન્સની સાથે પસાર કર્યો હતો ત્યારબાદ હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પ્રવેશ કર્યો છે. આઈપીએલની આગામી સીઝન માટે તમામ ફ્રેન્ચાઈઝીએ પોતાના કેટલાક ખેલાડીઓને રિટેન અને કેટલાક ખેલાડીઓને રિલીઝ કર્યા છે.

પંડ્યા ગુજરાત સાથે ટ્રેડ થઈ મુંબઈમાં આવ્યો છે. આ જાહારત સોમવારે થયો અને પોતાની જુની ટીમમાં પરત ફર્યા બાદ પંડ્યાનું પહેલું રિએક્શન સામે આવી ગયું છે. જેમાં તે ખુબ ભાવુક જોવા મળી રહ્યો છે.

મુંબઈમાં હાર્દિક પંડ્યાની વાપસી બાદ રિએક્શન સામે આવ્યું

મુંબઈએ હાર્દિક પંડ્યાની વાપસી બાદ તેનો એક વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. જેમાં પંડ્યા ખુબ ખુશ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે, તે તેના જુના મિત્રો રોહિત શર્મા, બુમરાહ, સૂર્યકુમાર યાદવ, પોલાર્ડની સાથે રમવા માટે ખુબ ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે, મુંબઈમાં પરત ફરવું તેના માટે ખુબ વિશેષ છે. કારણ કે, અહિથી જ તેની આઈપીએલની સફર શરુ થઈ હતી. પંડ્યાએ કહ્યું કે, હજુ પણ આ વાતનો વિશ્વાસ તેને થઈ રહ્યો નથી તે મુંબઈ ટીમમાં પરત ફર્યો છે.

મુંબઈ ટીમના માલિકોનો આભાર માન્યો

આ વીડિયોમાં હાર્દિકે અંબાણી પરિવાર, મુંબઈ ટીમના માલિકોનો આભાર માન્યો છે. પંડ્યાએ આશા વ્યક્ત કરી છે કે પલટન તરીકે ઓળખાતા મુંબઈના ચાહકો ફરી એક વખત તેને સપોર્ટ આપશે જેમ તેઓ પહેલા કરતા હતા.

હાર્દિક પંડ્યા 2015માં પહેલી વખત 10 લાખની બેઝ પ્રાઈઝમાં મુંબઈમાં આવ્યો હતો. અહિથી તેનું કરિયર શરુ થયું હતુ. 2 વર્ષ પહેલા મુંબઈએ પંડ્યાને રિટેન કર્યો ન હતો અને ત્યારે ગુજરાત ટાઈટન્સે પંડ્યાને પોતાની ટીમમાં લીધો. અહિ ટીમને જીતાડી તેમજ 2023માં ફાઈનલમાં પણ લઈ ગયો હતો.

આ પહેલા તેણે મુંબઈ સાથે ચાર વખત ટાઈટલ જીત્યું હતું.  પંડ્યાએ મુંબઈને 2015, 2017, 2019, 2020માં ટાઇટલ જીત્યા હતા.

આ પણ વાંચો : આંખોમાં જોવા મળ્યો સોજો નાક પર પાટો અને લોહી જોવા મળ્યુ, વિરાટને થયું છે શું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">