PM બન્યા પાયલટ, બેંગલુરુમાં નરેન્દ્ર મોદીએ તેજસ ફાઈટર જેટમાં ભરી ઉડાન, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કર્ણાટકના બેંગલુરુમાં ફાઇટર જેટ તેજસમાં ઉડાન ભરી હતી. તેમણે શનિવારે બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની (HAL) મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે કહ્યું કે આ ઉડાનથી દેશની સ્વદેશી ક્ષમતાઓમાં મારો વિશ્વાસ વધ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કર્ણાટકના બેંગલુરુમાં ફાઇટર જેટ તેજસમાં ઉડાન ભરી હતી. તેમણે શનિવારે બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની (HAL) મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે કહ્યું કે આ ઉડાનથી દેશની સ્વદેશી ક્ષમતાઓમાં મારો વિશ્વાસ વધ્યો છે. આ દરમિયાન ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી પણ નરેન્દ્ર મોદીની પ્રથમ ફ્લાઇટની તૈયારીઓ માટે હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : PM બન્યા પાયલટ, બેંગલુરુમાં નરેન્દ્ર મોદીએ તેજસ ફાઈટર જેટમાં ભરી ઉડાન, જુઓ શાનદાર ફોટો
આ ઉડાનનો અનુભવ શેર કરતા નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, આજે તેજસમાં ઉડાન ભરતી વખતે હું ખૂબ જ ગર્વ સાથે કહી શકું છું કે આપણી મહેનત અને સમર્પણને કારણે આપણે આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં દુનિયામાં કોઈથી ઓછા નથી.