AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નહાતી વખતે પેશાબ કરવો એ કોઈ રોગ છે ? જાણો પ્રેમાનંદજી મહારાજે આના વિશે શું કહ્યું - જુઓ Video

નહાતી વખતે પેશાબ કરવો એ કોઈ રોગ છે ? જાણો પ્રેમાનંદજી મહારાજે આના વિશે શું કહ્યું – જુઓ Video

| Updated on: Sep 17, 2025 | 7:26 PM
Share

પ્રેમાનંદજી મહારાજ ધાર્મિક અને આધ્યાત્મિક જગતમાં તેમના અનોખા વિચાર અને પ્રેરણાદાયી પ્રવચનોને લઈને પ્રખ્યાત છે. તાજેતરના એક પ્રવચનમાં મહારાજે સમજાવ્યું કે, કોઈ વ્યક્તિ સ્નાન કરે ત્યારે પેશાબ કરવાની અચાનક ઇચ્છા કેમ થાય છે...

પ્રેમાનંદજી મહારાજ ધાર્મિક અને આધ્યાત્મિક જગતમાં તેમના અનોખા વિચાર અને પ્રેરણાદાયી પ્રવચનોને લઈને પ્રખ્યાત છે. તેઓ હંમેશા જીવનની સામાન્ય ઘટનાઓમાં પણ ઊંડાણપૂર્વક વાત કરે છે અને ભાવિ ભક્તોને સમજાવે છે.

તાજેતરના એક પ્રવચનમાં મહારાજજીએ સમજાવ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ સ્નાન કરે છે, ત્યારે ઠંડા અથવા હૂંફાળા પાણીના સંપર્કમાં આવવાથી શરીર પર તેની તાત્કાલિક અસર પડે છે. પાણીના ઠંડકથી નસો સંકોચાઈ જાય છે અને મૂત્રાશય પર પણ દબાણ આવે છે, જેના કારણે પેશાબ કરવાની અચાનક ઇચ્છા થઈ જાય છે.

આ વિશે ગભરાવાની જરૂર નથી, આ સંપૂર્ણપણે સામાન્ય અને નેચરલ પ્રક્રિયા છે. ઘણા લોકો તેને નબળાઈ કે બીમારી સમજી લે છે પરંતુ હકીકત એ છે કે, આ શરીરની સામાન્ય પ્રતિક્રિયા છે.

પ્રેમાનંદજી મહારાજ હંમેશા કહે છે કે, સ્નાન કરતી વખતે પેશાબ કરવો એ ચમત્કારનો એક ભાગ છે. મનુષ્યએ નાના કે મોટા દરેક પરિવર્તનને ભગવાનની રચના તરીકે સ્વીકારવું જોઈએ. આ જીવનમાં તણાવ અટકાવશે અને વ્યક્તિને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રાખશે.

અસ્વીકરણ: આ લેખ પ્રેમાનંદજી મહારાજના પ્રવચનો અને સામાન્ય સ્વાસ્થ્ય માહિતી પર આધારિત છે. જો કોઈ વ્યક્તિને સતત પેશાબની સમસ્યા અથવા અન્ય લક્ષણોનો અનુભવ થાય છે, તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. ભક્તિને લગતા લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">