બેંગ્લોરમાં એર ઈન્ડિયા શો-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહના ઉદ્ઘાટન સમયે ભારતીય વાયુસેનાએ શૌર્યનો પરિચય કરાવ્યો હતો. ભારતીય વાયુસેનાના વિમાનોએ અદ્ભુત પરાક્રમ સાથે ઉદ્ઘાટન સમારોહમાં પહોંચેલા પીએમ મોદીને તાળીઓ પાડવા માટે મજબૂર કરી દીધા હતા. પાંચ દિવસીય કાર્યક્રમમાં આખી દુનિયા ભારતીય વાયુસેનાની શક્તિને નિહાળશે.
સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતને રોકાણની તક તરીકે રજૂ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે તે વૈશ્વિક સ્તરે લશ્કરી સાધનોના મુખ્ય નિકાસકારોમાંનું એક બનવા માટે તૈયાર છે. મોદીએ બેંગલુરુની બહાર આવેલા યેલાહંકા એરફોર્સ સ્ટેશન સંકુલમાં એરો ઈન્ડિયાની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યા બાદ પોતાના સંબોધનમાં ભારતીય સેનાની બહાદુરીને બિરદાવી હતી.
ભારતીય ફાઈટર એરક્રાફ્ટ તેજસે શો દરમિયાન જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું તો વિશાળ હેલિકોપ્ટરે આકાશમાં તેની તાકાત બતાવી. જુઓ આ વિશેષ અહેવાલ…