Atmanirbhar bharatની વાતો વચ્ચે ભારતનો રમકડાં ઉધોગ ચીન પર નિર્ભર, યોગ્ય પોલીસી ન હોવાથી ગુજરાતી રમકડાં ઉદ્યોગનાં હાથ બંધાયેલા જેવા

Atmanirbhar bharatની અનેક વાતો છતાં ગુજરાતના રમકડાં બજારમાં ચીનનો દબદબો યથાવત છે.એક અંદાજ મુજબ ગુજરાતમાં વેચાતા રમકડાંમાં 85 ટકા રમકડાં ચીનથી આયાત કરવા પડે છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 07, 2021 | 1:16 PM

Atmanirbhar bharatની અનેક વાતો છતાં ગુજરાતના રમકડાં બજારમાં ચીનનો દબદબો યથાવત છે.એક અંદાજ મુજબ ગુજરાતમાં વેચાતા રમકડાંમાં 85 ટકા રમકડાં ચીનથી આયાત કરવા પડે છે.આ સ્થિતિ પાછળ સૌથી મોટું કારણ યોગ્ય પોલિસીનો અભાવ માનવામાં આવી રહ્યું છે.રમકડાંના મેન્યુફેક્ચરને પ્રોડકશન યુનિટ માટે યોગ્ય અને કુશળ કારીગરો નથી મળતા તો અયોગ્ય પોલિસીના અભાવે પણ ચીન પર ગુજરાતી રમકડાં ઉદ્યોગને નિર્ભર રહેવું પડે છે સાથે જ યોગ્ય ગુણવત્તા અને ઓછી કિંમતના પગલે ગ્રાહકો પણ ચીની કંપનીની બનાવટ પર પહેલી પસંદ ઉતારી રહ્યા નું જણાવી રહ્યા છે ત્યારે સરકાર જો આ ઉદ્યોગને યોગ્ય પ્રોત્સાહન આપે તો ગુજરાત સાથે ભારતીય બજારમાં ચીનનો દબદબો ઘટી શકે છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">