AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું - યુદ્ધથી ઉકેલ નહી આવે, વાતચીત જ એકમાત્ર રસ્તો, જુઓ વીડિયો

પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું – યુદ્ધથી ઉકેલ નહી આવે, વાતચીત જ એકમાત્ર રસ્તો, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2024 | 6:42 PM
Share

PM Modi Putin Bilateral Meeting: રશિયાની રાજધાની મોસ્કોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથેસાથે તેમણે યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તમામ મદદ કરવા તૈયાર છે. બીજી તરફ પુતિને કહ્યું છે કે પીએમ મોદી યુક્રેન યુદ્ધને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમએ કહ્યું કે, આતંકવાદ દરેક દેશ માટે ખતરો છે. આ સાથે પીએમ મોદીએ મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમે તે દર્દ સમજીએ છીએ. ભારત 40 વર્ષથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતનો રશિયા સાથે દાયકાઓ જૂનો સંબંધ છે. ભારત તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરે છે. છેલ્લા કેટલાક વર્ષો માનવતા માટે પડકારરૂપ રહ્યા છે. ભારત અને રશિયાના સંબંધો આગામી સમયમાં વધુ મજબૂત બનશે. રશિયાની મદદથી તેલની કિંમતો સ્થિર રહી છે. રશિયાની મદદથી ભારતને સસ્તું તેલ મળી રહ્યું છે. ભારતે ગ્લોબલ સાઉથનો અવાજ ઉઠાવ્યો છે. અમે ખુલ્લા મનથી યુક્રેન યુદ્ધ પર અમારા વિચારો વ્યક્ત કર્યા છે.

પીએમ મોદીએ બેઠકમાં બીજું શું કહ્યું?

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારત અને રશિયાના સંબંધો આવનારા સમયમાં વધુ મજબૂત બનશે. સાચા મિત્રની જેમ તમે ગઈકાલે મને બોલાવ્યો. પેટ્રોલ અને ડીઝલ અંગે તમારો સહકાર પ્રશંસનીય છે. આખી દુનિયાની નજર મારા પ્રવાસ પર છે. અમે બંનેએ યુક્રેન પર અમારા વિચારો વ્યક્ત કર્યા. યુદ્ધના મેદાનમાં ઉકેલ શક્ય નથી. માનવતા માટે યુદ્ધ એ એક મોટો પડકાર છે. ભારત બંને દેશો વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. અમે બંને સાથે મળીને કામ કરીશું.

પીએમ મોદીએ પુતિન સાથેની મુલાકાતમાં કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં દુનિયાને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો છે. ઘણા પડકારો સામે આવ્યા, પહેલા કોવિડ-19ને કારણે અને પછી વિવિધ સંઘર્ષોને કારણે. ભારત રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિના પક્ષમાં છે. સમસ્યાનો ઉકેલ શાંતિથી જ થઈ શકે છે. ભારત શાંતિના પક્ષમાં છે. છેલ્લા 2.5 દાયકાથી મારા રશિયા સાથે તેમજ તમારી સાથે સંબંધો છે. પાછલા લગભગ 10 વર્ષમાં 17 વાર મળ્યા છીએ. છેલ્લા 25 વર્ષમાં લગભગ 22 દ્વિપક્ષીય બેઠકો કરી છે. આ આપણા સંબંધોની મજબૂતાઈ દર્શાવે છે.

g clip-path="url(#clip0_868_265)">